સવારે 9 વાગ્યા સુધીના પરિણામોમાં ભાજપ આગળ
5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં સવારે 9 વાગ્યા સુધી જે પરિણામો આવ્યા છે તેમાંં ભાજપ મોખરે છે. વધુ વાંચો અહીં.
આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. શરૂવાતી પરિણામોની વાત કરીએ તો સવારે 9 વાગ્યા સુધીમાં ભાજપ તમામ રાજ્યોમાં લીડ પર જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં ભાજપને સવારના 9 વાગ્યા સુધીમાં જ ઉત્તર પ્રદેશમાં 100 નો આંકડો પાર કરી લીધો છે.

નોંધનીય છે કે સવારના 9 વાગ્યા સુધીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ 125 સીટોનો આંકડો પાર કરી ચૂક્યો છે. તો બીજી તરફ ઉત્તરાખંડમાં પણ ભાજપ મોખરે છે. જો કે ગોવા અને પંજાબમાં કોંગ્રેસે ભાજપને પછાડ્યું છે. કોંગ્રેસે સવારે 9 વાગ્યા સુધીમાં પંજાબમાં 33 સીટો પર કબજો કરી લીધો છે. મણિપુરમાં પણ હાલ કોંગ્રેસ 6 સીટોથી આગળ છે.












Click it and Unblock the Notifications
