For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં ટૂંક સમયમાં આવશે ઈલેક્ટ્રીક વ્હીકલ પૉલિસી, CIIના કાર્યક્રમમાં બોલ્યા સીએમ માન

CIIના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે પંજાબમાં ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પૉલિસી આવશે.

|
Google Oneindia Gujarati News

Electric vehicle policy in Punjab: પંજાબમાં ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક વ્હીલક પૉલિસી લાવવામાં આવશે અને પંજાબ ઉદ્યોગના વિકાસ માટે ફોકલ પોઈન્ટમાં સીવરેજ અને માર્ગ નિર્માણ માટે ફંડ રાખવામાં આવશે તેવુ વચન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિલ્લીમાં આયોજિત સીઆઈઆઈના કાર્યક્રમમાં આપ્યુ હતુ. તેમણે એક શાયરી સંભળાવીને પંજાબને ફરીથી રંગીલુ અને હર્યુભર્યુ પંજાબ બનાવવાની વાત કરી.

cm mann

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે પંજાબમાંથી નશાની લતને ખતમ કરવાનો ઉપાય રોજગાર પેદા કરવાનો છે. તેમણે કહ્યુ કે આગામી દિવસોમાં જાપાન, કોરિયા અને સિંગાપોરથી ઘણા લોકો બિઝનેસ આઈડિયા સાથે ભારત આવશે. પંજાબમાં વ્યાપાર/ઉદ્યોગના વિકાસ અંગે તેમની સાથે વિચારો શેર કરવામાં આવશે જેથી પંજાબના યુવાનો રોજગારી મેળવી શકે અને ડ્રગ્સ તરફ વળવાનુ ટાળી શકે.

બેરોજગારીના કારણે વધી નશાની લત

સીએમ માને કહ્યુ કે પંજાબમાં યુવાનો નશાની લતમાં ફસાઈ રહ્યા છે તેનુ કારણ ઉચ્ચ બેરોજગારી દર છે. તેમણે સીઆઈઆઈના પ્લેટફોર્મ પરથી રોકાણકારોને પંજાબમાં રોજગારીનુ સર્જન કરવા કહ્યુ. આ માટે રાજ્ય સરકારે સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. કોઈપણ પ્રકારની સમસ્યા માટે ચોવીસ કલાક કામ કરવા જણાવ્યુ હતુ.

ગ્રાઉન્ડ લેવલે કામ કરવાની જરુર

સીએમ માને કહ્યુ કે હવે દરેક મામલો માત્ર એમઓયુ પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ. માત્ર કાગળ પર નહિ પણ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની જરૂર છે. તેમણે લોકોને અને રોકાણકારોને તેમના સૂચનો અને સમસ્યાઓ આપવા કહ્યુ જેથી કરીને પંજાબને ફરીથી રંગીલુ પંજાબ બનાવી શકાય.

સિંગલ વિન્ડો સિસ્ટમને કરવામાં આવી રહી છે મજબૂત

કૉન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી(CII)ની ઉત્તરીય ઝોન કાઉન્સિલની પાંચમી બેઠક દરમિયાન પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા સીએમ માને જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર રોકાણકારોની સુવિધા માટે સિંગલ વિન્ડો સિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે. તેમણે કહ્યુ કે અગાઉ સિંગલ વિન્ડો સર્વિસ માત્ર એક દેખાડો હતી. તેમણે કહ્યુ કે અમારી સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે રોકાણકારોને આ વિન્ડો પર તમામ સુવિધાઓ સરળ અને ભ્રષ્ટાચાર મુક્ત રીતે

નૂર પરિવહનમાં દેશમાં ત્રીજા નંબરે

સીએમ માને જણાવ્યુ હતુ કે નૂર પરિવહન સુવિધાના સંદર્ભમાં પંજાબ દેશમાં ત્રીજા ક્રમે છે કારણ કે રાજ્ય પાસે પાંચ ઇનલેન્ડ કન્ટેનર ડેપો(ICDs) સાથે મજબૂત નૂર આધાર છે. તેમણે કહ્યુ કે રાજ્ય તમામ ઉદ્યોગોને સૌથી નીચો વીજ દર આપે છે. ભારત સરકારના બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન (BRAP) રિપોર્ટમાં પંજાબને સૌથી ઝડપથી સુધારતા રાજ્ય તરીકે નામ આપવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી માને વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્યમાં 1000થી વધુ કૌશલ્ય વિકાસ કેન્દ્રો છે અને પંજાબ કૌશલ્ય વિકાસ મિશન(PSDM) પાસે 250થી વધુ સૂચિબદ્ધ તાલીમ ભાગીદારો છે. શિક્ષિત માનવ સંસાધનનો વિશાળ પૂલ બનાવવા માટે પ્રશિક્ષણ સુવિધાઓનુ ઓલ-એક્સેસ નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યુ છે. માને કહ્યુ કે પંજાબ સરકાર આગામી કેટલાક મહિનામાં લાવવામાં આવનાર નવી ઔદ્યોગિક વિકાસ નીતિ સાથે આગામી પાંચ વર્ષનો રોડ મેપ તૈયાર કરશે.

English summary
Electric vehicle policy will be brought soon in Punjab said CM Bhagwant Mann
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X