For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લી સરકારનો વિજળી સબસિડી પર મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી આમને નહિ મળે આ સુવિધા

દિલ્લીની કેજરીવાલ સરકારે સબસિડીવાળી વિજળીને લઈને મોટો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીની કેજરીવાલ સરકારે સબસિડીવાળી વિજળીને લઈને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે રાજધાનીમાં અત્યારે જે પાવર સબસિડી આપવામાં આવે છે તેમાં 1 ઓક્ટોબર, 2022થી ફેરફાર કરવામાં આવશે. સબસિડી એ જ લોકોને આપવામાં આવશે જે એની માંગ કરશે. તમને જણાવી દઈએ કે કેજરીવાલ સરકાર સત્તામાં આવ્યા બાદથી લોકોને 200 યુનિટ વિજળી તેમજ પાણીનો પુરવઠો મફતમાં આપતી આવી છે.

arvind kejriwal

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લી સરકારની કેબિનેટે એક મોટો નિર્ણય લીધો છે. દિલ્લીમાં ઘણા બધા લોકોને ફ્રીમમાં વિજળી મળે છે. આના માટે દિલ્લી સરકાર સબસિડી આપે છે. ઘણા લોકોએ કહ્યુ કે અમે લોકો સક્ષમ છે, અમને ફ્રી વિજળી નથી જોઈતી. આનો ઉપયોગ તમે વિકાસ માટે કરો. હવે અમે લોકોને પૂછીશુ કે શું તેમને વિજળીની સબસિડી જોઈએ? જો એ કહેશે કે અમે આપીશુ અને જો કહેશે ના જોઈએ તે અમે નહિ આપીએ. ઓક્ટોબરથી દિલ્લીમાં એ જ લોકોને વિજળીની સબસિડી આપવામાં આવશે જે લોકો વિજળીની સબસિડી માંગશે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુ એક ઘોષણા કરીને કહ્યુ કે દિલ્લીની કેબિનેટે સ્ટાર્ટઅપ પૉલિસી પાસ કરી છે જે યુવાનો પોતાનો વેપાર શરુ કરવા માંગતા હોય, દિલ્લી સરકાર તેમની મદદ કરશે. પૈસાની મદદ સાથે-સાથે અન્ય પ્રકારની મદદ પણ દિલ્લી સરકાર કરશે. દિલ્લી સરકાર અઢળક નાણાકીય મદદ પૂરી પાડશે. દિલ્લી સરકારની કોઈ પણ કૉલજમાં ભણતા વિદ્યાર્થી જો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને ભણતા-ભણતા તેણે કોઈ પ્રોડક્ટ બનાવી તો દિલ્લી સરકાર તેને ભણવા માટે 2 વર્ષ સુધીની રજા પણ આપવા માટે તૈયાર છે જેથી તે છાત્ર પોતાનો પૂરો સમય પોતાની પ્રોડ્કટ માટે આપી શકે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદકેજરીવાલે વર્ષ 2019માં ઘોષણા કરી હતી કે રાજધાનીમાં 200 યુનિટ વિજળી ખર્ચ આપનાર ગ્રાહકોને બિલ નહિ આપવુ પડે. જ્યારે એવા ગ્રાહકો કે જે મહિનામાં 201થી 401 યુનિટ સુધી વિજળી ખર્ચ કરશે તેમને બિલ પર 50 ટકા સબસિડી આપવામાં આવશે. પીસી દરમિયાન સીએમે વિજળી વપરાશ પર આવતા ખર્ચનો આંકડો પણ સામે રાખ્યો અને જણાવ્યુ કે સબસિડીથી લોકોને કેટલી રાહત મળશે.

English summary
Electricity subsidy to only those who ask for it from 1st October says Delhi CM Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X