ભાજપમાં કટોકટી : કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી

bjp
નવી દિલ્હી, 26 ઑક્ટોબર : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરીનું નામ જમીનના ભ્રષ્ટાચારમાં ખૂલ્યા પછી અને ઇન્કમ ટેક્સ તથા સંબંધિત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસને પગલે ભાજપમાં કટોકટીની સ્થિતિ ઉભી થઇ છે. આ કટોકટીની સ્થિતિમાં ભાજપના અગ્રણી નેતાઓએ એક પછી એક ગડકરીને આપેલો ટેકો પાછો ખેંચી રહ્યા છે. પરિસ્થિતિને વણસતી અટકાવવા શુક્રવારે સાંજે પાર્ટીના અગ્રણી નેતાઓએ ગડકરીને શુક્રવારે સાંજે જ દિલ્હી તેડાવ્યા છે. ગડકરી દિલ્હી પહોંચશે ત્યારે તાત્કાલિક કોર કમિટીની બેઠક મળશે.

ભ્રષ્ટાચારને પગલે નીતિન ગડકરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે ચાલુ રાખવા કે નહીં? તથા હિમાચલ પ્રદેશમાં સોંપવામાં આવેલા ચૂંટણી પ્રચારમાંથી પાછા બોલાવી લેવા કે નહીં એ અંગે નિર્ણય લેવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગડકરીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પણ સમર્થન હતું. આ કારણે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત પણ શનિવારે સવારે દિલ્હી પહોંચી રહ્યા છે.

બીજી તરફ નીતિન ગડકરીને ફરી અધ્યક્ષ બનાવવા કે નહીં એ અંગે પાર્ટીમાં વિરોધના સૂર સંભળાવા લાગ્યા છે. પક્ષના અગ્રણી નેતાઓ એલ કે અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, રાજનાથ સિંહ અને મુરલી મનોહર જોશી તેમની વિરુધ્ધ થઇ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X