આંધ્રના CM જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, જાણો પુરી ઘટના
આધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. ટેકઓફ બાદ અચાનક ખામી સર્જાતા વિમાનને લેન્ડ કરવાની ફરજ પડી હતી.
વિજયવાડા : આધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ હોવાના અહેવાલ છે. સામે આવી રહેલી વિગતો અનુસાર, મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિમાનમાં દિલ્હી જવા રવાના થયા હતા. આ દરમિયાન અચાનક ખરાબી સામે આવતા પ્લેનને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પ્લેનનું ગન્નવરમ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવાયુ છે અને તમામ લોકો સુરક્ષિત છે.

સમાચારો અનુસાર, મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી 2 દિવસના પ્રવાસે દિલ્હી રવાના થયા હતા. દિલ્હીમાં આધ્રપ્રદેશ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટનું આયોજન કરાયું છે અને તેઓ આમાં સામેલ થવા માટે જવાના હતા. અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, વિમાને ટેકઓફ કર્યા બાદ તરત જ ખરાબી સામે આવી હતી. જેને લઈને તાત્કાલિક વિમાનને ગન્નવરમ એરપોર્ટ પર લેન્ડ કરાયુ હતું.
આ સિવાય અન્ય એક ઘટનામાં એર ઈન્ડિયા એક્સપ્રેસના એક વિમાનનું કેરળના કોચીન એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિગતો અનુસાર, આ પ્લેન શારજાહથી આવી રહ્યું હતું. કોચીન એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વિમાનમાં 193 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેનના હાઇડ્રોલિક્સમાં ખામી સર્જાતા એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી અને રાત્રે લગભગ 8.26 કલાકે વિમાનને સુરક્ષિત રીતે રનવે પર લેન્ડ કરાયુ.
વધુ એક ઘટનાની વાત કરીએ તો, રવિવારે લખનૌમાં એર એશિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હતું. આ પ્લેને લખનૌથી કોલકાતા માટે ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફ થતાની સાથે જ બર્ડ હિટ થયુ હતું. જે બાદ પ્લેનને તાત્કાલિક એરપોર્ટ પર લેન્ડ કરાવાયુ.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
