50 મીનીટ બાદ પરત ફર્યુ થાઇલેન્ડ જઇ રહેલી ઇંડિગો ફ્લાઇટ, આટલા માટે કરાવી પડી ઇમરજેન્સી લેન્ડીંગ જાણો
થાઇલેન્ડ જઇ રહેલી ફ્લાઇટમાં ટેક્નીકલ ખામી સર્જાતા તેને 50 મીનીટમાં પરત દિલ્હી એરપોર્ટ ખાતે લેન્ડ કરાવી પડી હતી. જોકે ખામીની લેધી પેસેન્જરને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
થાઇલેન્ડના ફુકેત જઇ રહેલી ઇંડિગો એક ફ્લાઇટને મંગળવારે દિલ્હી પરત ફરવુ પડ્યુ હતુ. જ્યારે તેમા ટેકનીકલ ખામી સર્જાણી હતી. આ અંગે વધારે માહિતી આપતા ઇદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ઇંડિગોની ફ્લાઇટ નબર 6E-1763 થાઇલેન્ડ જનાર હતી. અને પાયલોટે સવારે 6:41 વાગ્યે ટેકઓફ કર્યુ હતુ. ફલાઇટમાં ટેકનીકલ ખામી સર્જાઇ હોવાની જાણકારી મળતા સવારે અંદાજે 7:31 વાગ્યે આ ફ્લાઇટ ઇંદિરા ગાઁધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરી હતી.

એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, " ઇંડિગોની ફલાઇટમાં ટેકનીકલ ખામી સર્જાતા વિમાનના પાયલેટે સાવચેતીના ભાગ રૂપે લેન્ડીંગ માટે કહ્યુ હતુ, ત્યાર બાદ એટીસીએ પ્રક્રીયા અનુસાર ફુલ ઇમરજેન્સી લેન્ડીગની જાહેરાત કરીને વિમાનને લેન્ડ કરવાની મંજુરી આપી હતી. ઇંડિગો તરફથી અધિકારીક નિવેદન આપતા જાહેરાત કરવામાં આવી છે કે, દિલ્હીથી ફુકેત જઇ રહેલી ફ્લાઇટમાં ટેક્નીકલ ખરાબી સર્જાતા તેને ઠીક કરવામાટે ફ્લાઇને પરત લાવામાં આવી હતી.
જણાવામાં આવી રહ્યુ છે કે, "તમામ યાત્રીઓને વિમાનમાથી ઉતારીને ટર્મિનલ ભવનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમના માટે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યાત્રીઓને બીજી ફ્લાઇટથી ફુકેટ મોકલવામાં આવશે. યાત્રીઓને ટેકનીકલ ખામીને લીધે જે મુશ્કેલીનો સામોન કરવો પડ્યો છે તેના માટે માફી માંગીએ છીએ. વિમાનમાં કેટલા યાત્રીઓ સવાર હતા તેના પર કોઇ જ માહિતી મળી નથી.
વિમાનની ટેકનીકલ ખામી પર વાત કરતા ડીજીસીએના આધિકીરીઓએ જણાવ્યુ હતુ કે, ઉડાન દરમિયાન હાઇડ્રોલિંગ ગ્રીન રિજવાર્યર લો લેવલ, સિસ્ટમ લો પ્રેશર અને પંપ લો પ્રેસર વોર્નિંગ ટ્રિગર થઇ , ત્યાર બાદ વિમાનને પરત લાવવાનો નિર્ણય કરવમાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
