For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિઝિટલ- ઓનલાઈન શિક્ષણ પર ભાર, 1થી 12 સુધી દરેક ક્લાસ માટે એક ટીવી ચેનલ

ડિઝિટલ- ઓનલાઈન શિક્ષણ પર ભાર, 1થી 12 સુધી દરેક ક્લાસ માટે એક ટીવી ચેનલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત અભિયાન તરફ દેશને આગળ વધારવા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર આજે સતત પાંચમા દિવસે પીએણ મોદીના મેગા પેકેજનું વિસ્તરણ જણાવવા આવ્યા. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત બદલાઈ રહ્યું છે, માટે આપણી શિક્ષા વ્યવસ્થા પણ બદલાઈ રહી છે.

nirmala sitharaman

જણાવી દઈએ કે પીએમ મોદીએ પોતાના પાછલા રાષ્ટ્રના નામ સંદેશમાં કોરોના વાયરસ અને તેને પગલે ચાલી રહેલા લૉકડાઉનના કારણે હરેક ક્ષેત્રને થયેલ નુકસાનની ભરપાઈ અને આત્મનિર્ભર બનાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનું એલાન કર્યું હતું. તે દિવસે જ તેમણે કહ્યું હતું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ આગલા કેટલાક દિવસ સુધી આ પેકેજ પર વિસ્તારથી દેશને જણાવશે.

કેન્દ્ર સરકારે PM eVIDYA કાર્યક્રમ અંતર્ગત તત્કાળ પ્રભાવથી મલ્ટી-મોડ ડિજિટલ અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની ઘોષણા કરી છે. જે અંતર્ગત દેશની 100 યૂનિવર્સિટીને 30 મે સુધી સ્વતઃ ઑનલાઈન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય કોવિડ-19 બાદ ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર જોર આપવાને છે. PM eVIDYA કાર્યક્રમનો વિસ્તાર બહુ વિસ્તૃત છે. જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દીક્ષિ દ્વારા સ્કૂલી શિક્ષા પર જોર આપવામાં આવ્યું છે. જે અંતર્ગત વન નેશનલ વન પ્લેટફોર્મની ભાવનાથી તમામ ગ્રેડ માટે ઈ કંટેન્ટ અને QR કોડ આધારિત પુસ્તકોનું પ્રાવધાન છે.

વન ક્લાસ વન ચેનલ અંતર્ગત ધોરણ 1થી 12 સુધી એક ટીવી ચેનલ શરૂ કરવાની યોજના છે. અભ્યાસ માટે રેડિયો, કોમ્યુનિટી રેડિયો અને પોડકાસ્ટ્સ પર જોર આપવામાં આવી રહ્યું છે. દિવ્યાંગો માટે સ્પેશિયલ ઈ-કંટેંટની યોજના છે.

મનોદર્પણ-સ્ટૂડેન્ટ્સ, ટીચર અને પરિવારવાળાના મનોવૈજ્ઞાનિક સપોર્ટ માટે માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સહાયતા માટે તેને તત્કાળ શરૂ કરવામાં આવનાર છે. 21મી સદી અને વૈશ્વિક જરૂરતો મુજબ કૌશલ વિકાસ પર આધારિત સ્કૂલ, બાળપણ અને ટીચરની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી નવા પાઠ્યપૂસ્તકો તૈયાર કરવામાં આવશે. 2025 સુધી ગ્રેડ 5માં તમામ બાળકોમાં અભ્યાસના એક સ્તર અને તે મુજબ પરિણામ પ્રાપ્ત કરવા સુનિશ્ચિત થઈ શકે, માટે આ વર્ષે ડિસેમ્બર સુધી નેશનલ ફાઉન્ડેશન લિટરેસી અને ન્યૂમેરેસી મિશન શરૂ કરવામાં આવશે.

20 Lakh Crore Package: નાણામંત્રીએ શિક્ષણ સહિત આ ક્ષેત્ર અંગે જાહેરાતો કરી20 Lakh Crore Package: નાણામંત્રીએ શિક્ષણ સહિત આ ક્ષેત્ર અંગે જાહેરાતો કરી

English summary
Emphasis on online education through PM eVIDYA, one TV channel for every class from 1st to 12th
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X