For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં સેના અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 5 જવાન ઘાયલ

આ હુમલો માઓવાદીઓની મિસિર બેસરા ટુકડી દ્વારા કરાયો છે. આ ગ્રુપના ઘણા સક્રિય સભ્યો આ વિસ્તારમાં હાજર છે. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાંચી : ઝારખંડમાં વધુ એક વખત ર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર આ ઘટનામાં 5 જવાનો ઘાયલ થયા છે. સમાચાર મુજબ IED બ્લાસ્ટને કારણે આ જવાનો ઘાયલ થયા હતા. હાલ જવાનોને હોસ્પિટલ ખસેડાયા છે. સૂત્રો અનુસાર CRPF સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યી છે.

Jharkhand

નક્સલવાદીઓ સતત સેનાને નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે એન્કાઉન્ટ પહેલા સેનાને ઝારખંડના ચાઈબાસામાં નક્સલવાદીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. સમાચાર બાગ CRPFએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન અહીં છુપાયેલા નક્સલીઓએ સેના પર ફાયરિંગ કર્યુ હતું. વિગતો અનુસાર સેના અને નક્સલિઓ વચ્ચે ફાયરિંગ દરમિયાન એક IED વિસ્ફોટ થતા 5 જવાનો ઘાયલ થયા છે. હાલ ઘાયલ જવાનોને ઘટનાસ્થળેથી બહાર કાઢી રાંચી ખસેડાયા છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આ હુમલો માઓવાદીઓની મિસિર બેસરા ટુકડી દ્વારા કરાયો છે. આ ગ્રુપના ઘણા સક્રિય સભ્યો આ વિસ્તારમાં હાજર છે. હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યુ છે. મિસીર બેસરા ખતરનાક નક્સલવાદી છે અને તેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ. હજુ ગયા વર્ષે આ જૂથના ઘણા સભ્યો માર્યા ગયા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, સરકાર સાથે મળીને સુરક્ષા એજન્સીઓ ગેરમાર્ગે દોરાયેલા લોકોને પરત લાવવા માટે અભિયાન ચલાવી રહી છે, જે અંતર્ગત નક્સલવાદીઓ મોટા પાયે આત્મસમર્પણ કરી રહ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં જ ત્રણ મહિલા નક્સલવાદીઓ સહિત આઠ અગ્રણી નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. અગાઉ ગયા વર્ષના અંતમાં પણ ઘણા નક્સલવાદીઓએ હથિયારો છોડ્યા હતા. આ સ્થિતિમાં નક્સલવાદ સાથે જોડાયેલા સંગઠનો ગુસ્સે ભરાયા છે અને રાજ્યમાં પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા છે.

English summary
Encounter between Army and Naxalites in Jharkhand, 5 jawans injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X