કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, પુલવામામાં લશ્કરના 4 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના પુલવામામાં એક વાર ફરીથી સુરક્ષા બળના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં એક વાર ફરીથી સુરક્ષા બળના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા છે. માહિતી અનુસાર પુલવામાના લાસીપોરા વિસ્તારમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યુ છે. સમગ્ર વિસ્તારને ખાલી કરાવી લેવામાં આવ્યો છે અને આતંકીઓ સેનાએ ઘેરી રાખ્યા છે. માહિતી અનુસાર લશ્કર એ તોઈબાના ચાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. જો કે હજુ સુધી એ અંગેની જાણકારી નથી મળી શકી કે વિસ્તારમાં કેટલા આતંકી છુપાયા છે.

માહિતી અનુસાર સેનાએ જે આતંકીઓને ઘેરી રાખ્યા હતા તે આતંકી સંગઠન લશ્કર એ તોઈબાના આતંકી હતા. જો કે હજુ સુધી આ આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આ આતંકીઓ પાસે 2 એકે 47 રાઈફલ્સ, એક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યુ છે.
તમને જણાવી દઈએ કે બડગામમાં આતંકીઓ સાથે સેનાની અથડામણ હાલમાં થઈ હતી જેમાં ચોંકાવનારી વાત સામે આવી. માર્યા ગયેલા આતંકીઓ પાસે સુરક્ષાબળોને એમ4 રાઈફલ મળી છે. બડગામ સેન્ટ્રલ કાશ્મીરમાં આવે છે અને અહીં સુરક્ષાબળોને આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. છેલ્લી વાર કાશ્મીરમાં આતંકીઓ પાસે એમ4 રાઈફલ એ સમયે મળી હતી જ્યારે જૈશ પ્રમુખ અઝહરના ભત્રીજા ઉસ્માનને ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. ઉસ્માન હૈદર પુલવામાના ત્રાલાં થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.












Click it and Unblock the Notifications
