For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર કુલગામના રેડવાની વિસ્તારમાં ચાલી રહ્યું છે, જ્યાં સેનાએ આતંકીઓને ઘેરી લીધા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર કુલગામના રેડવાની વિસ્તારમાં ચાલી રહ્યું છે, જ્યાં સેનાએ આતંકીઓને ઘેરી લીધા છે. હજુ સુધી આ બાબતે કોઈ પણ માહિતી નથી મળી શકી કે આખા વિસ્તારમાં કેટલા આતંકીઓ સંતાયા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષાકર્મીઓ ઘ્વારા આખો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.

jammu kashmir

બીજી બાજુ પુલવામાં પણ સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર પુલવાના ત્રાલમાં હાફુ વિસ્તારમાં ચાલી રહ્યું છે. આખા વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે અને સેનાએ આતંકીઓને ઘેરી લીધા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર શોપિયાંમાં 6 આતંકીઓ ઠાર, 1 જવાન શહીદ

મળતી જાણકારી અનુસાર કુલગામ અને પુલવમામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જયારે આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયાની ખબર પણ આવી રહી છે. સેનાને જાણકારી મળી હતી કે રેડવાનીના એક ઘરમાં કેટલાક આતંકીઓ સંતાયા છે. ત્યારપછી સેના, પોલીસ અને સીઆરપીએફ જવાનોએ આખા વિસ્તારને ઘેરીને તલાશી અભિયાન શરુ કર્યું. લગભગ 5 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર પછી સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા.

English summary
Encounter breaks out between security forces and terrorists in Redwani area of Kulgam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X