ત્રાલમાં ફરીથી સુરક્ષાબળો-આતંકવાદી વચ્ચે અથડામણ, 6 મહિનામાં 128 આતંકવાદીઓનો સફાયો
જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે.
જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરના ત્રાલના બિલાલાબાદ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષાબળોને ખૂફિયા માહિતી આપી હતી કે વિસ્તારમાં 3 થી 4 આતંકવાદી છૂપાયા છે ત્યારબાદ સેના્એ સર્ચ ઑપરેશન શરૂ કર્યુ. સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશનની શરૂઆત કરી પરંતુ આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ ત્યારબા સુરક્ષાબળોએ પણ વળતી કાર્યવાહી શરૂ કરી દીધી. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સેનાએ મંગળવારે અનંતનાગ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. બંને આતંકવાદી સીઆરએફના જવાન અને 5 વર્ષના બાળકની હત્યામાં શામેલ હતા. સુરક્ષાબળોને તેમની પાસે ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા. જમ્મુ કાશ્મીર પોલિસ મહાનિર્દેશક દિલબાગ સિંહે મંગળવારે કહ્યુ કે સુરક્ષાબળોએ માત્ર જૂનના મહિનામાં 48 આતંકવાદીઓને ઠાર માર્યા છે જેમાંથી ઘણા આતંકી કમાંડરોને ઠાર માર્યા છે.
વળી, વર્ષ 2020માં અત્યાર સુધી સેના અને જમ્મુ કાશ્મીર પોલિસના જવાનોએ મળીને અત્યાર સુધી 128 આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા 128 આતંકવાદીઓમાંથી 70 હિઝબુલ મુજાહિદ્દીનના છે જ્યારે લશ્કર એ તૈયબાના 20 અને જૈશ એ મોહમ્મદગના 20 આતંકી શામેલ છે.
Encounter broke out at Bilalabad area of Tral last night, between J&K Police-security forces & terrorists. (Visuals deferred by unspecified time) https://t.co/tbg76IkZc2 pic.twitter.com/bGg3ALhaE2
— ANI (@ANI) July 1, 2020












Click it and Unblock the Notifications
