કુલગામમાં આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ચાલી રહ્યુ છે એનકાઉન્ટર

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યુ છે. મળતી માહિતી મુજબ કુલગામના બ્રયીહાર્ડ કઠપોરા વિસ્તારમાં કેટલાક અજાણ્યા આતંકીઓ છુપાયેલા હતા. જ્યારે સુરક્ષા જવાનોને આ અંગેની માહિતી મળી ત્યારે વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે આ વિસ્તારમાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે. તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના 24 જુલાઈના રોજ સામે આવી હતી જ્યારે દક્ષિણ કુલગામના રામપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

jammu kashmir

20 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે માહિતી આપી હતી કે 5 ઓગસ્ટ 2019થી 9 જુલાઈ 2022 વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા 128 સુરક્ષા જવાનો અને 118 નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. તેમણે રાજ્યસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ દાખલ કર્યો હતો જેમાં તેમણે આ માહિતી આપી છે. તેમણે કહ્યુ કે સરકારની આતંકવાદ અને સુરક્ષાને લઈને ઝીરો ટોલરન્સની નીતિ છે. જેના કારણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. 2018 અને 2021 વચ્ચે ઘાટીમાં આતંકવાદી હુમલાઓમાં ઘટાડો થયો છે. આતંકવાદી હુમલા 417થી ઘટીને 229 થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X