For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામાં આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર, 4 આતંકી ઠાર

પુલવામાં આતંકીઓ અને સેના સુરક્ષાબળોનું એન્કાઉન્ટ ચાલુ જ છે. આ એન્કાઉન્ટ ત્રાલના લામ ગામમાં થઇ રહ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પુલવામાં આતંકીઓ અને સેના સુરક્ષાબળોનું એન્કાઉન્ટ ચાલુ જ છે. આ એન્કાઉન્ટ ત્રાલના લામ ગામમાં થઇ રહ્યું છે. ગામમાં એક પછી એક ઘણા ધમાકાનો અવાઝ આવી રહ્યો છે. આ એન્કાઉન્ટર માં અત્યારસુધી સેના અને સુરક્ષાબળોની ટીમે 4 આતંકીઓને મારી નાખ્યા છે. પુલવામાં એન્કાઉન્ટર પૂંછમાં કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાન ઘ્વારા યુદ્ધવિરામ તોડ્યા પછી થયું.

jammu kashmir

સેનાની રાષ્ટ્રીય રાઇફલ ટીમ સિવાય જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી સ્પેશ્યલ ઓપેરેશન ગ્રુપ અને સીઆઈએસએફ તરફથી લામ ગામમાં સર્ચ ઓપેરેશન કાંસો લોન્ચ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગોળીબારીની આડમાં આતંકી ભાગવામાં સફળ રહ્યા. હાલમાં આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ત્રણ આતંકી અહીં ફસાયા હોય શકે છે. કાશ્મીરનું ત્રાલ આતંકીઓની મનપસંદ જગ્યા છે. હિઝબુલ મુજાહિદીન કમાન્ડર બુરહાન વાની અહીંનો રહેવાસી હતો. તેના સિવાય જાકીર મુસા, જે આ સમય ઘાટીમાં સક્રિય આતંકી છે, તે પણ અહીંનો રહેવાસી છે. ત્રાલને પાકિસ્તાનમાં આવેલું આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદ નું ગઢ માનવામાં આવે છે.

પાકિસ્તાન તરફથી સોમવારે મોડી રાત્રે પૂંછની કૃષ્ણા ઘાટીમાં મેંઢરમાં ભારે ગોળીબારી કરવામાં આવી હતી. ભારતીય ચોકીઓને નિશાનો બનાવી પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહી હતી. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં ભારતીય સુરક્ષાબળોને કોઈ નુકશાન થયું નથી. સેનાના સૂત્રો તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ભારતે જવાબી કાર્યવાહી કરતા મેંઢર સેક્ટરમાં બીજી તરફ આવેલી પાકિસ્તાનની ત્રણ પોસ્ટને બરબાદ કરી નાખી હતી. જેમાં પાકિસ્તાન સેનાના ચાર સૈનિક માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હતા.

English summary
Encounter with-terrorists lam village tral pulwama district jammu kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X