For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરરોજ 6 ગોવા નિવાસી બદલી રહ્યાં પોતાનું નાગરિકત્વ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પણજી, 26 ડિસેમ્બર: ભારતીય ચૂંટણી પંચે અહી ઉપલબધ આંકડા અનુસાર ગત વર્ષથી દરરોજ ગોવાના છ લોકો ભારતીય નાગરિકત્વ છોડીને પોર્ટુગલનું નાગરિકત્વ અપનાવી રહ્યાં છે.

ચૂંટણી પંચના ગોવા કાર્યાલયમાં હાજર આંકડા અનુસાર 31 જાન્યુઆરી 2008થી માંડીને 31 જાન્યુઆરી 2013 સુધી ગોવાના કુલ 11,500 લોકો પોર્ટુગીઝ પાસપોર્ટ પ્રાપ્ત કરવા માટે ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરી ચૂક્યાં છે. ગોવામાં પોર્ટુગલનું દૂતાવાસ છે.

goa

એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો છે કે લગભગ 2,700 લોકો મતદાનનો અધિકાર ગુમાવી ચૂક્યાં છે કારણ કે મતદારોની યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવ્યા છે. 8,800 અરજીઓ પર નિર્ણય પેન્ડિંગ છે. પોર્ટુગલના અધિરાજ્ય રહી ચૂકેલા ગોવાને 1961માં મુક્ત કરાવ્યું હતું, પરંતુ પૂર્વ શાસકોએ ગોવાના તે લોકો માટે કેટલાક ખાસ નિયમોમાં ઢીલ આપી હતી જે પોર્ટુગલનું નાગરિકત્વ ઇચ્છે છે.

આગામી લોકસભાને ધ્યાનમાં રાખતાં મતદાર યાદીની ચકાસણીના કાર્યમાં જોડાયેલા અધિકારીએ વિદેશી પાસપોર્ટ ધરાવનાર બધા લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.

English summary
At least six Goans on an average are changing their nationality daily to become Portuguese since the last five years, according to the records available with the Election Commission of India (ECI) here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X