અણ્ણાના નવા 'કેજરીવાલ' તરીકે વી. કે. સિંહ તૈયાર

સિંહના ઉત્સાહથી લાગે છે કે અણ્ણાના આંદોલનમાંથી છૂટા પડેલા કેજરીવાલની ખોટ તેઓ પૂરી શકશે. આજે સિંહે 4 ડિસેમ્બરના રોજ સંસદને ઘેરવાની જાહેરાત કરી દીધી છે.
શેરડીના ઉત્પાદકો પર પડનારી મારને સરકારના કાનો સુધી પહોંચાડવા માટે સિંહે સંસદને ઘેરવાની યોજના બનાવી છે. હજી સુધી સંસદનું ઓછામાં ઓછો ભાવ જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતોને નજીવા ભાવે શેરડી વેચવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે તેમણે આ અંગે પ્રધાનમંત્રીને પહેલા પણ પત્ર લખી ચૂક્યા છે.
હાલમાં જ અણ્ણા હજારે અને જનરલ વી. કે. સિંહે સાથે મળીને સંસદને ભંગ કરવાની માંગ કરી હતી. સિંહે પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું હતું કે હાલની સંસદ લોકોનો વિશ્વાસ ગૂમાવી ચૂકી છે માટે તેને ભંગ કરવી જોઇએ અને સત્તા અને વિપક્ષ બંનેએ જનતાનો સામનો કરવો જોઇએ.












Click it and Unblock the Notifications
