For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયરની ગોળી મારીને હત્યા

કોંગ્રેસ નેતાની ગાડી સ્પીડ બ્રેકર પાસે ઊભી રહી કે બાઇક સવારે હાથિયારો સાથે ઘેરી ગોળીબાર કર્યો. ગાડીમાં બેઠેલ નેતા તથા ત્રણ અન્ય લોકો આ ગોળીબારમાં મૃત્યુ પામ્યા.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઝારખંડ માં ધનબાદના સરાયઢેલા પાસ ભારે ભીડવળા વિસ્તારમાં શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને કોંગ્રેસ નેતા નીરજ સિંહ સહિત ચાર લોકોની અજ્ઞાત હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી. સ્ટીલ ગેટ પાસે ફૉર્ચ્યૂનર ગાડીમાં જઇ રહેલાં નીરજ સિંહની ગાડીને ઘેરીને હુમલાખોરોએ ગોળાબાર કર્યો હતો.

shootout

ઉપલબ્ધ જાણકારી અનુસાર, 32 વર્ષીય નીરજ સિંહ સાંજે પોતાની ગાડીમાં ઘરે પરત ફરી રહ્યાં હતા. ગાડીમાં તેમની સાથે ડ્રાઇવર, એક સમર્થક અને બોડીગાર્ડ પણ હતા. તેમની ગાડી સ્ટીલ ગેટ પાસેની સ્પીડ બ્રેકર પાસે ધીમી થતાં જ બે બાઇક પર સવાર હથિયારબંધ હુમલાખોરોએ ગાડીને ઘેરીને ગોળીબાર કર્યો હતો.

shootout

આ હત્યાકાંડને અંજામ આપી હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા. ગોળીબારને કારણે ઘટનાસ્થળ પર દોડભાગ થઇ ગઇ. પોલીસે ત્યાં પહોંચી ચારેય લોકોને હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. મૃતક નીરજ સિંહ કોયલાંચલના ડૉન સ્વર્ગીય સૂર્યદેવ સિંહના ભત્રીજા હતા. જો કે, નીરજ સિંહને તેમના પરિવાર સાથે અણબનાવ હતો.

shootout

ઝારખંડના સીએમ એ વ્યક્ત કર્યું દુઃખ

નીરજ સિંહ હત્યાકાંડ પર ઝારખંડના સીએમ રઘુવર દાસે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ધનબાદ ડીજેપીને સુરક્ષા વ્યવસ્થા અંગે જરૂરી નિર્દેશ આપતાં ડીજેપીએ આ હત્યાકાંડની તપાસ માટે એસઆઇટી બનાવી છે. પોલીસનું કહેવું છે કે, હુમલાખોરોની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે.

English summary
Ex Deputy Mayor and Congress leader of Dhanbad Niraj Singh killed in Jharkhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X