For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં પાછી લીધેલી આબકારી નીતિએ પંજાબમાં કરી કમાલઃ અરવિંદ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના પર જોરદાર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેના પર જોરદાર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે જે એક્સાઇઝ પૉલિસી દિલ્લીમાં પાછી ખેંચી લેવામાં આવી હતી તે જ પૉલિસીએ પંજાબમાં કમાલનુ કામ કર્યુ છે. મુખ્યમંત્રી કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના પર આરોપ લગાવીને કહ્યુ કે તેમના તરફથી દિલ્લી સરકાર પર અનિયમિતતાઓનો આરોપ લગાવીને સીબીઆઈ તપાસની માંગની ભલામણ કરવામાં આવી. આના કારણે મજબૂર થઈને દિલ્લી સરકારે આ નીતિ જુલાઈમાં પાછી લેવી પડી.

Arvind Kejriwal

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જ્યારે સરકારે એક્સાઈઝ પૉલિસી પાછી ખેંચી ત્યારે તે સમયે રાજ્યપાલ દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યુ ન હતુ. મુખ્યમંત્રી કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી માનને પણ આ નીતિ લાગુ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વળી, પંજાબના આબકારી મંત્રી હરપાલ સિંહ ચીમાએ ગુરુવારે જણાવ્યુ હતુ કે રાજ્યની આબકારી આવક નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પ્રથમ વખત રૂ. 4,000 કરોડને પાર કરી ગઈ છે.

તમને જણાવી દઈએ કે સીબીઆઈએ એક્સાઈઝ પૉલિસી 2021-22માં કથિત અનિયમિતતાઓને લઈને સિસોદિયાના નામ પર એફઆઈઆર નોંધી હતી. આ સિવાય લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્લી સરકાર પર કોવિડ રોગચાળાને કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી માફ કરવાનો, એરપોર્ટ વિસ્તાર માટે બોલી લગાવનારને 30 કરોડ રૂપિયાનુ રિફંડ, ડ્રાય ડેની સંખ્યા ઘટાડવા વગેરેનો આરોપ લગાવ્યો હતો.

English summary
Excise policy withdrawn in Delhi did wonders in Punjab says Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X