• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેજરીવાલની સરકાર પર બોલ્યા કરુણાનિધિ, ‘જસ્ટ વેઇટ એન્ટ વોચ’

|

ચેન્નાઇ, 2 જાન્યુઆરીઃ દિલ્હીમાં થયેલા સત્તા પરિવર્તનને કાશ્મીરથી લઇને કન્યા કુમારી સુધી રાજકીય ગલીઓમાં બેઠેલા દિગ્ગજોના મોઢાં સીવી નાખ્યા છે. લાલુ જેવા નેતા કહે છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીને બરબાદ કરી દેશે, તો તમીળનાડુના ડીએમકેના ચીફ એમ કરુણાનિધિ કહે છે કે, જસ્ટ વેઇટ એન્ડ વોચ. વન ઇન્ડિયાના ચીફ એડિટર એકે ખાન દ્વારા લેવામાં આવેલા ઇન્ટરવ્યુમાં કરુણાનિધિએ અટલ બિહારી વાજપેયીથી લઇને નરેન્દ્ર મોદી સુધીના શાસન પર ચર્ચા કરી. લોકસભા ચૂંટણી 2014 પર ભવિષ્યવાણીની સાથો-સાથ તેમણે એ રહસ્યો પણ ખોલ્યા, જે તેમના અને કોંગ્રેસના સંબંધો તૂટવાનું કારણ હતુ. પ્રસ્તૃત છે વાતચીતના મુખ્ય અંશ-

karunanidhi
પ્ર.- કહેવામાં આવે છે કે તમે કોઇપણ નિર્ણય લેવામાં અચકાતા નથી, એવો કયો નિર્ણય છે, જેને લઇને તમારે વધુ વિચારવુ પડ્યુ હોય?

ઉ.- એવો કોઇ નિર્ણય નથી, જેમાં મારે અચકાવું પડ્યું હોય.

પ્ર.- ડીએમકેમાં અન્ના પછી તમે હતા, હવે પાર્ટીમાં તમારા બાદ કોણ?

ઉ.- ડીએમકે સૌથી મોટુ લોકતાંત્રીક સંગઠન છે. એ પાર્ટીની કાર્ય સમિતિ નિર્ણય લેશે કે મારા પછી કોણ કમાન સંભાળશે.

પ્ર.- એવુ કોઇ ક્ષેત્ર નથી, જેમાં તમે હાથ ના અજમાવ્યો હોય, તમારા હિસાબે એવું કયુ કામ છે, જે તમે સારી રીતે નથી કરી શક્યા?

ઉ.- દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં મે મહેનતથી કામ કરવાનું શીખ્યો છુ અને એ જ હું વિચારું છું.

પ્ર.- જો તમારા જીવન પર કોઇ ફિલ્મ બનાવવામાં આવે તો, તમને શું લાગે છે કે તમારું પાત્ર કોણ સારી રીતે નિભાવશે?

ઉ.- તમે મને શા માટે તક નથી આપતા, હું મારું પાત્ર જાતે જ ભજવીશ.

પ્ર.- જનતા સાથે તમે ઘણો સમય વિતાવ્યો, તમિળનાડુ અને તમિળ લોકો માટે કરવામાં આવેલા યોગદાનથી શું તમે સંતુષ્ટ છો?

ઉ.- મારી સંતુષ્ટિ છોડો, શું તમે મારા કામથી સંતુષ્ટ છો. હું હજુ પણ કામ કરી રહ્યો છુ, કારણ કે અત્યારસુધી મે જે પણ કર્યુ તેનાથી હુ સંતુષ્ટ છુ અને તમિળનાડુ અને તમિળ લોકો માટે મારુ કામ મારા અંતિમ દિવસ સુધી જારી રહેશે.

પ્ર.- એક નેતાના રૂપમા ઘણા બધા લોકો તમને પસંદ કરે છે. એવા કયા નેતા છે, જેને તમે સૌથી વધારે માનો છે, પેરિયાર અથવા અન્ના?

ઉ.- બધા નેતા મને પસંદ છે. એવુ કોઇ નથી, જે મને પસંદ ના હોય. હું એવો વ્યવહાર કરુ છુ કે જે લોકો મને પસંદ નથી કરતા તે પણ મને પસંદ કરવા લાગે છે. જો નેતાઓની વાત કરવામાં આવે તો કમારાજાર, રાજાજી, ક્વૈદ એ મિલાત, ઇન્દિરા ગાંધી, એમજીઆર, પોસમ્પન મુતુરામાલિંગા થેવર, જ્યોતિ પસુ, વીપી સિંહ, અટલ બિહારી વાજપાયી, જીવા, માપોસી અને અન્ય પણ છે.

પ્ર.- શું ઇલમ મુદ્દે ડીએમકે કોંગ્રેસથી અલગ થઇ?

ઉ.- માત્ર એ જ નહીં, કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ પણ મને પસંદ કરે છે અને મારી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે, પરંતુ રાજ્ય સ્તરે નેતા એકદમ અલગ વિચારધારાવાળા છે. આ એક મોટુ કારણ હતુ, તેનાથી અમે અલગ થયા.

પ્ર.- દ્રવિડ આંદોલનનો આધાર સાંપ્રદાયિક-વિરોધી હતો. તેમ છતા ડીએમકે ભાજપ સાથે ગઠબંધન કેમ નથી કરતુ?

ઉ.- ડીએમકેની કાર્ય પરિષદની બેઠકમાં મે કહ્યું હતુ કે ભાજપ સાથેના સંબંધો ત્યારે જ સમાપ્ત થઇ ગયા, જ્યારે વાજપાયી નિવૃત થયા. જ્યારે પત્રકાર એ પૂછે છે કે શું ડીએમકે ભાજપ અને કોંગ્રેસ વગર ચૂંટણી લડશે. તો મારો જવાબ હા હતો.

પ્ર.- ગુજરાતમાં રમખાણ થયા હતા, ત્યારે વાજપાયી વડાપ્રધાન હતા. વાજપાયીકાળનું ભાજપ અને વર્તમાનના ભાજપમાં કોઇ અંતર જોવા મળે છે?

ઉ.- જેવી વાજપાયીએ પોતાની દિશા બદલી હતી, અમે ભાજપનો સાથ છોડી દીધો હતો.

પ્ર.- તમિળનાડુમાં ડીએમકે વામપંથી દળોની મિત્ર પાર્ટી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ મિત્રતા ખોવાઇ ગઇ છે?

ઉ.- તાજેતરમાં મે કાર્ય પરિષદની બેઠકમાં કહ્યું હતુ, અમને પાર્ટીના નામથી કોઇ લેવા દેવા નથી, અમે બસ એ જોવાનુ છે કે પાર્ટીમાં કોણ નેતા છે, તે કેવી રીતે કામ કરી રહ્યાં છે, તે કેટલા અમને પસંદ કરે છે, તે અમારું કેટલું સન્માન કરે છે. આ વાતો પણ ડીએમકે-વામ દળોની મિત્રતા પર પણ લાગુ પડે છે. રહી મારી વાત તો મારું માનવું છે કે, ડીએમકેનો ઝુકાવ હંમેશા વામ દળો તર રહ્યો છે.

પ્ર.- કાંચી શંકરરમન હત્યાકાંડના મામલે ડીએમકેની માતૃ પાર્ટી ડીકેએ શંકરાચારિયારો વિરુદ્ધ પ્રદર્શન કર્યુ અને રાજ્ય સમક્ષ માંગ કરી કે તે કોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરે, પરંતુ ડીએમકે મૌન કેમ છે?

ઉ.- હું કોર્ટના નિર્ણય પર કોઇ કોમેન્ટ નથી કરી શકતો અને એ તમે જાણો છો.

પ્ર.- 1996માં તમે યુનાઇટેડ ફ્રન્ટ, એનડીએફ અને યુપીએ સરકારોમાં ભાગ લીધો. રાજનીતિના પંડિત જાણે છે કોણ જીતશે, કોણ હારશે તેની ભવિષ્યવાણી કરવામાં તમે માહેર છો. બની શકે કે તમે અત્યારથી જ આઇડિયા લગાવી દીધો હશે કે 2014માં કોણ જીતશે. તો જરા જણાવો કે 2014માં કોણ જીતશે, કોણ હારશે? જો કેન્દ્રમાં બિન કોંગ્રેસી સરકાર આવી તો , ડીએમકેની ભૂમિકા શું હશે?

ઉ.- લોકસભા ચૂંટણીમાં હવે થોડાક મહિના જ રહી ગયા છે. વર્તમાન પરિસ્થિતિઓમાં આ પ્રશ્નનો ઉત્તર યોગ્ય નહીં લેખાય. આમ તો 2014માં એ જ પાર્ટી સરકાર બનાવશે, જે પૂર્ણ બહુમતથી આવશે. હું એ પણ નથી કહીં શકતો કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનશે કે નહીં.

પ્ર.- મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને નવીન પટનાયક પોતાના રાજ્યોમાં ઘણુ જ સારુ શાસન ચલાવી રહ્યાં છે અને સતત ચૂંટણી જીતી રહ્યાં છે, પરંતુ યુપીએ, તમિળનાડુ, કેરળના લોકો સતત સરકાર બદલી રહ્યાં છે. આ અંગે તમારું શું કહેવું છે?

ઉ.- હું એ વાતને નથી માનતો કે માત્ર સારુ શાસન આપીને તમે ફરીથી ચૂંટણી જીતી શકો છો અને એ બાબતે હું એમ પણ નથી માનતો કે તમિળનાડુ, કેરળ અને યુપીમાં પાર્ટીઓ સારુ શાસન નથી કરી રહી. વાસ્તવમાં જોવામાં આવે તો, લોકો દરેક વખતે પરિવર્તન ઇચ્છે છે, તેથી રુલિંગ પાર્ટી વિરુદ્ધ મત આપે છે.

પ્ર.- દિલ્હીના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ બધુ જ ઉલટ સુલટ કરી નાંખ્યુ, રાજકારણના પંડિત કહે છે કે, ભારતીય રાજકારણમાં આ ઘણું મોટું પરિવર્તન છે. શું શહેરી ભારત આ નવી પાર્ટીને ઉંચાઇઓ સુધી લઇ જશે?

ઉ.- જસ્ટ વેઇટ એન્ટ વોચ એટલે કે ધીરજ રાખો અને જુઓ આગળ શુ થાય છે.

English summary
In an exclusive interview, Muthuvel Karunanidhi, the head of the Dravida Munnetra Kazhagam (DMK), tells Oneindia's chief editor Khader Khan how he wants to wait and watch the results for the upcoming 2014 elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more