Exclusive: યુપીમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સમજૂતિ!
લખનઉ(નવીન નિગમ): ઉત્તર પ્રદેશમાં પોતાની જમીન શોધી રહેલા ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે એક સમજૂતિ કરી લીધી છે. આ એક અલગ વાત છે કે આ સમજૂતિ માટે ના તો બન્ને દળોના નેતાઓ વચ્ચે વાતચીત થઇ છે અને ના તો કોઇ બેઠક, પરંતુ જમીની સ્તર પર બન્ને દળોએ એ નક્કી કર્યું છે કે જનતા વચ્ચે ક્ષેત્રીય દળો વિરુદ્ધ એ વાતનો પ્રચાર કરીશું કે આ દળ લોકસભામાં જીત્યા બાદ જનતાના વોટની કાળજી નહીં રાખતા પોતાની મરજીથી સમર્થન આપવા અને નહી આપવા અંગે નિર્ણય કરે છે.
બન્ને દળો એ વાત પર પણ જોર આપશે કે તમે કોંગ્રેસ અને ભાજપને જ વોટ આપશો. કોંગ્રેસને નેતા પોતાના ભાષણોમાં ભાજપને ટીકા કરશે અને આવું જ ભાજપના નેતાઓ કોંગ્રેસ માટે કરશે, પરંતુ ભાષણની વચ્ચે એવું પણ કહેશે કે જો તમને અમે પસંદ નથી તો તમે અમને વોટ નહીં આપતા પરંતુ વોટ કોઇ રાષ્ટ્રીય પાર્ટીને જ આપજો. બન્ને દળોના નેતા ભાષણમાં એવું કહેતા પણ જોવા મળશે કે કેન્દ્રમાં કાં તો કોંગ્રેસ અથવા તો ભાજપ જ સરકાર બનાવશે, તેથી સીધો વોટ એને જ આપજો જે સરકાર બનાવી શકે છે. સરકારોને બ્લેકમેઇલ કરનારા, તમારી સહમતિ વગર તમારા વોટનો સોદો કરનારાઓને વોટ આપતા નહીં.

ઉત્તર પ્રદેશમાં બન્ને રાષ્ટ્રીય પાર્ટીઓ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે, તેથી આ પ્રકારનું પ્રચાર બન્નેને ફાયદો પહોંચાડશે. કોંગ્રેસને આ પ્રચારના કારણે પોતાના મુસ્લિમ અને દલિત વોટ વધારવાની આશા છે, તો ભાજપને મુસ્લિમ વોટમાં તોડવા અને કટેલાક પછાત વોટ પોતાની ઝોળીમાં આવવાની આશા છે.












Click it and Unblock the Notifications
