For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 કારણ: માટે પાકિસ્તાનને યુદ્ધ માટે નહી લલકારે નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: [ઋચા વાજપાઇ] પાકિસ્તાન દ્વારા સતત ભારતીય બોર્ડર પર વરસતી ગોળીઓ જેના લીધે ક્યારેક નિર્દોષ ગ્રામજનોની મોત તો ક્યારેક આપણા સૈનિકોને શહાદત મળે છે.

લગભગ ગત એક મહિનાથી બંને દેશો વચ્ચે તણાવ વધતો જ જાય છે. આ તણાવના લીધે હવે લોકો એ વાત પર વિશ્વાસ કરવા લાગ્યા છે કે કદાચ વર્ષ 1999 પછી હવે ભારત અને પાકિસ્તાન બંને ફરીથી મેદાન-એ-જંગમાં આમને-સામને આવી શકે છે. તો બીજી તરફ ભારત અને ભારતીય વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક અજીબ મૌન લોકોને બેચન કરી રહ્યું છે.

<strong>વિશ્વના આ 10 દેશ પાસે છે સૌથી શક્તિશાળી સેના</strong>વિશ્વના આ 10 દેશ પાસે છે સૌથી શક્તિશાળી સેના

મોદીના મૌનના ઘણા કારણો
ચૂંટણી પહેલાં પોતાની દરેક રેલીમાં પાક વિરૂદ્ધ ભડકાવનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી મૌન છે અને લોકો હેરાન છે. વિશેષજ્ઞોનું માનીએ તો નરેન્દ્ર મોદી મૌન જરૂર છે પરંતુ એવું નથી કે તે પાકિસ્તાન વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરી શકતા નથી. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદી ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની સાથે યુદ્ધથી બચવા માંગે છે. આવો તમને જણાવીએ તે 10 કારણો વિશે કે કેમ વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પાકિસ્તાનને ફક્ત ચેતાવણી આપીને છોડી રહ્યાં છે.

કારણ 1

કારણ 1

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી એ વાતથી વાકેફ થઇ ગયા છે કે ભારત હાલ યુદ્ધ માટે તૈયાર નથી. તેની પાસે પર્યાપ્ત હથિયારોની અછત તો છે જ સાથે જ સેનામાં ઓફિસરોની ઘટ પણ તેમને સતાવી રહી છે.

કારણ 2

કારણ 2

વિશેષજ્ઞોના અનુસાર બંને દેશો પાસે ન્યૂક્લિયર હથિયાર છે અને આ મુજબ ભારત, પાકિસ્તાન કરતાં નબળું છે. આ વાતની સંભાવના ઘણીવાર વ્યક્ત કરવામાં આવી છે. જો હવે યુદ્ધ થયું તો બની શકે કે પાકિસ્તાન ન્યૂક્લિયર હથિયારોનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરી શકે છે.

કારણ 3

કારણ 3

સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર દ્વારા અને પૈરામિલિટ્ર્રી ફોર્સેજને આદેશ આપવામાં આવી ચૂક્યા છે કે તે પાકિસ્તાન પર પહેલાં ફાયરિંગ ક્યારેય નહી કરે પરંતુ જો પાકિસ્તાનની તરફથી ગોળીબારી થશે તો તેનો જોરદાર જવાબ આપશે.

કારણ 4

કારણ 4

વર્ષ 1999માં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું તો લગભગ 2,000 કરોડ રૂપિયાનું નુકસાન ભારતીય અર્થવ્યવસ્થાને થયું હતું. નરેન્દ્ર મોદી એ વાતથી સારી પેઠે વાકેફ છે કે આજે જો યુદ્ધ થયું તો ભારતની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડેશા. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી તેમના એંજડામાં સૌથી ઉપર છે અને એટલા માટે તે યુદ્ધ જેવી સ્થિતીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

કારણ 5

કારણ 5

નરેન્દ્ર મોદી હાલ દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સેનાઓને એક નવા માળખામાં ઢાળવાની તૈયારીમાં લાગેલા છે. એટલા માટે તે યુદ્ધની સ્થિતી ઇચ્છતા નથી.

કારણ 6

કારણ 6

નરેન્દ્ર મોદીની છબિ એક કટ્ટર હિન્દુ નેતાની છે. હવે તે પોતાની આ છબિને પણ બદલવા માંગે છે. તે દેશના મુસલમાન સમુદાયને એક સંદેશ આપવા માંગે છે કે ભલે પાકિસ્તાન કેટલી પણ નાપાક હરકતો કરી લે પરંતુ ભારત દ્વારા યુદ્ધની પહેલ ક્યારેય નહી કરે.

કારણ 7

કારણ 7

જે સમયે નરેન્દ્ર મોદીએ પોતાના શપથ ગ્રહણમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફને આમંત્રણ આપ્યું તો તેમણે પોતાની એક નવી છબિ દુનિયા સામે રજૂ કરી. દુનિયા સમક્ષ એક નવો સંદેશ ગયો કે વડાપ્રધાન બન્યા બાદ કટ્ટર વિચારસણીવાળા મોદી અને ભાજપમાં કદાચ પરિવર્તન આપ્યું છે. હવે મોદી તે સંદેશને જાળવી રાખવા માંગે છે.

કારણ 8

કારણ 8

ભારત હંમેશાથી એક સભ્ય દેશ રહ્યો છે અને વિશેષજ્ઞોના અનુસાર કોઇપણ સભ્ય દેશ પહેલાં લડાઇની શરૂઆત કરતો નથી. નરેન્દ્ર મોદી પણ એ વાતને સારી પેઠે જાણે છે કે જો ભારત યુદ્ધની પહેલ કરશે તો આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારત માટે એક નકારાત્મક છબિ બની શકે છે.

કારણ 9

કારણ 9

થોડા દિવસો પહેલાં ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સાથે થનારી વાતચીતને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તો તેને પાકિસ્તાનને આપેલી આકરી ચેતાવણી તરીકે જોવામાં આવે. નરેન્દ્ર મોદી આગામી કેટલાક દિવસોમાં પાકિસ્તાને આ પ્રકારની આકરી ચેતાવણી આપીને દેશવાસીઓને સંદેશ આપી શકે છે કે પાકિસ્તાન તરફથી થનાર કોઇપણ નાપાક હરકત પર તે મૌન બેસવાના નથી.

કારણ 10

કારણ 10

અફઘાનિસ્તાનમાંથી થોડા મહિનાની અંદર અમેરિકન ફૌજનો એક મોટો ભાગ જતો રહેશે, ત્યારબાદ દેશની સામે પડકારો બમણા થઇ જશે. નરેન્દ્ર મોદી કદાચ સેનાઓ અને પૈરમિલિટ્રી ફોર્સેજને તે પડકારોનો સામનો કરવા માટે મજબૂત બનાવવાની રણનીતિઓ પર ધ્યાન આપવા માંગે છે.

English summary
Due to rising tension on India-Pakistan border, so many people are speculating a war. However Prime Minister Narendra Modi will never go for a war against Pak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X