Exit Poll : માત્ર એક એક્ઝિટ પોલમાં બીજેપી 400 નજીક, જાણો તમામ મોટા એક્ઝિટ પોલ
લોકસભા ચૂંટણીને લઈને તમામ એક્ઝિટ પોલ સામે આવ્યા છે. આ તમામ પોલમાં બીજેપી બહુમત નજીક જણાઈ રહી છે. જો કે માત્ર એક જ એક્ઝિટ પોલમાં બીજેપીને 400 સીટો મળતી દેખાઈ રહી છે.
લોકસભા ચૂંટણી 2024 ને લઈને અત્યાર સુધી જે એક્ઝિટ પોલ બહાર આવ્યા છે તેમાં માત્ર એક પોલ એવો છે જે 400 સીટોના બીજેપીના દાવાની નજીક છે.

અન્ય કોઈપણમાં બીજેપીને 400 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી નથી. જો કે આમાં પણ 392 સીટો ભાજપને નહીં પરંતુ એનડીએને મળી રહી છે.
ઈન્ડિયા ટીવી-સીએનએક્સે તેના એક્ઝિટ પોલમાં આગાહી કરી છે કે એનડીએને મહત્તમ 401 બેઠકો મળશે. આ એકમાત્ર એક્ઝિટ પોલ છે જે બીજેપીના સ્લોગન પ્રમાણે છે.સર્વે મુજબ એનડીએને 371-401, ઈન્ડિયાને 109-131 જ્યારે અન્યને 28-38 બેઠકો મળવાની સંભાવના છે.
એક્ઝિટ પોલ જન કી બાતે આગાહી કરી છે કે NDAને 362-392 બેઠકો મળશે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળશે તેમજ અન્યને 10-20 બેઠકો મળશે. આ માત્ર એક્ઝિટ પોલના પરિણામો છે, વાસ્તવિક પરિણામો 4 જૂને જાહેર થશે.
ન્યૂઝ નેશને પણ તેના એક્ઝિટ પોલમાં NDAને 342-378 બેઠકોની આગાહી કરી છે. આ એવો બીજો સર્વે પણ છે જે એનડીએને લગભગ 400 સીટો આપે છે. ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલ અનુસાર, ઈન્ડિયા એલાયન્સને 153-169 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે અન્યને 21-23 બેઠકો મળવાની શક્યતા છે.
રિપબ્લિક ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં NDAને 353-368 બેઠકો મળવાની આશા છે. રિપબ્લિક ભારતના એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસ ગઠબંધનને 118-133 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે અન્યને 43-48 બેઠકો મળવાની સંભાવના છે.
દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ મુજબ એનડીએને 281-350 બેઠકો મળવાની ધારણા છે જ્યારે ઈન્ડિયા એલાયન્સને 145-201 બેઠકો મળવાની ધારણા છે.
કોઈપણ એક્ઝિટ પોલમાં ભાજપને પોતાના દમ પર 400 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી નથી. ભાજપે આ વખતે 400 પારનું સૂત્ર આપ્યું હતું.
એક્ઝિટ પોલમાં ભાજપ આ સ્લોગનથી દૂર જણાઈ રહ્યું છે. હા, કેટલાક એક્ઝિટ પોલમાં NDA ચોક્કસપણે આ સ્લોગનની નજીક છે.












Click it and Unblock the Notifications
