Exit Poll: મહારાષ્ટ્ર-હરિયાણામાં છવાયો મોદીનો જાદુ, પણ બહુમતીથી દૂર


એક્સિસના સર્વે અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સહયોગીઓને 98થી 108 બેઠકો મળી રહી છે, જ્યારે શિવસેનાને 84થી 93 બેઠકો મળતી દેખાઇ રહી છે. કોંગ્રેસને 43-48 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે તેની પહેલાની સાથી પાર્ટી એનસીપીને 33થી 38 બેઠકો મળી શકે છે. એમએનએસને 3 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યને 27 બેઠકોનું અનુમાન છે.
| સર્વે/ પાર્ટી | ભાજપ | શિવસેના | કોંગ્રેસ | એનસીપી | એમએનએસ | અન્ય |
| એક્સિસ સર્વે | 98-108 | 84-93 | 43-48 | 33-38 | 3 | 27 |
| ટાઇમ્મ નાઉ-સીવોટર | 129 | 56 | 43 | 36 | 12 | 12 |
| એબીપી નીલસન | 127 | 77 | 40 | 34 | 5 | 5 |
| ઇન્ડિયા ટીવી-સીવોટર | 124-134 | 55-61 | 38-48 | 31-41 | 9-15 | 9-15 |
| News24-ટૂડેઝ ચાણક્ય | 151 | 71 | 27 | 28 | 11 | - |

એક્સિસના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ અને આઇએનએલડીની વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યા ભાજપને 29થી 33 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે આઇએનએલડીને 31થી 35 બેઠકો મળતી દેખાઇ રહી છે. કોંગ્રેસને 18થી 20 બેઠકો મળવાની સંભાવના છે. આ ઉપરાંત એચજેસીને 3+2 અને અન્યને 7 બેઠકો મળતી દેખાઇ રહી છે.
અત્રે નોંધનીય છે કે 2009ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 40 બેઠકો મળી હતી. આઇએનએલડીને 31 બેઠકો મળી હતી. ભાજપને માત્ર 4 બેઠકો મળી હતી. એજેસી અને એચજેપીના ખાતામાં 6 અને અન્યના ખાતામાં 9 બેઠકો આવી હતી.
| સર્વે/ પાર્ટી | ભાજપ | આઇએનએલડી | કોંગ્રેસ | એચજેસી+એચજેપી | અન્ય |
| એક્સિસ સર્વે | 29-33 | 31-35 | 18-20 | 3+2 | - |
| ટાઇમ્મ નાઉ-સીવોટર | 37 | 28 | 15 | 6 | 4 |
| એબીપી નીલસન | 46 | 29 | 10 | 2 | 3 |
| ઇન્ડિયા ટીવી-સીવોટર | 34-40 | 25-31 | 12-18 | 3-9 | 1-7 |
| News24-ટૂડેઝ ચાણક્ય | 52 | 23 | 10 | 5 | - |












Click it and Unblock the Notifications
