Exit Poll vs Phalodi Satta Bazar : જાણો ફલોદી સટ્ટા બજારથી દિલ્હીના એક્ઝિટ પોલ કેટલા અલગ?
Delhi Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થઈ ગયુ છે અને ઘણા એક્ઝિટ પોલ સામે આવ્યા છે. આ એક્ઝિટ પોલમાં દિલ્હીમાં મોટા ઉલટફેરના સંકેત મળ્યા છે.
મતદાન પુરૂ થયા બાદ સામે આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની સત્તા જઈ રહી હોવાના સંકેત મળ્યા છે. જો કે દેશના જાણીતા સટ્ટા બજારે પહેલા જ આનાથી ઘણા અલગ સંકેત આપ્યા હતા.

સામે આવેલા 11 એક્ઝિટ પોલમાંથી 9 માં બીજેપીને બહુમતિ મળી છે. 2માં આમ આદમી પાર્ટી આગળ છે. આ તમામ એક્ઝિટ પોલમાં ભાજપને 39, AAPને 30 અને કોંગ્રેસને 1 બેઠક મળવાની ધારણા છે.
JVC અને પોલ ડાયરીએ પણ અન્યને 1-1 સીટ આપી છે. એક્ઝિટ પોલ પહેલા રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે પણ દિલ્હી ચૂંટણીમાં જીત-હારની ઘણી આગાહીઓ કરી હતી.
ફલોદી સટ્ટા બજારના દલાલો અને સટોડિયાઓ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આમ આદમી પાર્ટીને આગળ માનતા હતા. ફલોદી સટ્ટાબજારમાં ડીલ થઈ રહી હતી કે આ વખતે દિલ્હીમાં પણ AAPની સરકાર બની શકે છે. AAPને 38થી 41 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી. જ્યારે ભાજપને 31 થી 33 બેઠકો આપવામાં આવી રહી હતી.
દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ભાજપનો પ્રચાર, શીશ મહેલ અને ભ્રષ્ટાચારના આરોપો, કેન્દ્રીય બજેટમાં 12 લાખ 75 હજાર રૂપિયાની આવકવેરા મુક્ત કરવાની જાહેરાત, ટિકિટ વિતરણમાં અસંતોષ, આઠ ધારાસભ્યો અચાનક AAP છોડીને BJPમાં જોડાયા પછી દિલ્હીમાં ફલોદી સટ્ટા બજારે આમ આદમી પાર્ટીની સીટો ઘટાડીને 34 થી 36 કરી હતી. આટલુ જ નહીં અરવિંદ કેજરીવાલની હારની આગાહી પણ કરવામાં આવી રહી હતી.
5મી ફેબ્રુઆરીએ મતદાન કર્યા પછી એક્ઝિટ પોલ વિશે વાત કરીએ તો 27 વર્ષ પછી બીજેપી દિલ્હીની સત્તામાં પરત ફરી શકે છે. છેલ્લી વખત 1993માં ભાજપે 49 બેઠકો જીતી હતી અને 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલ્યા હતા. તેમના પુત્રો હજુ પણ દિલ્હીના રાજકારણમાં સક્રિય છે.
જણાવી દઈએ કે, બુધવારે સાંજે 5 વાગ્યા સુધી દિલ્હીમાં 57.70% મતદાન નોંધાયું હતું, જો કે અંતિમ આંકડા હજુ આવવાના બાકી છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. દિલ્હીમાં સરકાર બનાવવા માટે પાર્ટીને 36 સીટોની જરૂર પડશે.












Click it and Unblock the Notifications
