• search

પાક. સાથે કેટલાં ગાઢ સંબંધ છે મોદીએ સૂચવેલા એ ત્રણ AKના!

નરેન્દ્ર મોદીનો વિરોધી સ્વર તો તેમના દરેક ભાષણમાં સાંભળના મળે છે, પરંતુ હાલમાં જ મોદીએ પોતાની જમ્મૂ રેલી દરમિયાન જે ઉગ્ર સ્વરમાં વિરોધીઓને લલકાર્યા તે ખરેખર પ્રભાવશાળી છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું વિશેષ અંગ છે, અને ભારત માટે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. મોદીના વ્યક્તિત્વમાં રાષ્ટ્રીયતા સ્પષ્ટપણે તરી આવે છે. એવામાં જમ્મુમાં તેમની દહાડ સ્વાભાવિક છે. પરંતુ મહત્વની વાત એ નથી કે મોદી જમ્મુમાં વિરોધીઓ પર વરસ્યા પરંતું મહત્વની વાત એ છે કે કયા પ્રકારે તેમણે ત્રણ 'એકે' અંગે વાત કરી. તે છે એકે 47, એકે એંટની, અને એકે 49.

આવો વિસ્તારથી જાણીએ આ ત્રણેય એકે અંગે...

એકે 47

મોદીનું માનવું છે કે જ્યારે જમ્મુનો મુદ્દો ભારત માટે વિવાદાસ્પદ બન્યો છે અને તેના કારણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની દીવાર ઊભી થઇ ગઇ છે. એવામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન દરેક આતંકવાદી હુમલા માટે એકે 47નો ઉપયોગ કરે છે. પાકિસ્તાની આતંકવાદી દળ આવા હથિયારોથી સજ્જ છે.

આ આતંકવાદી ગ્રૂપ આ હથિયારોનો પ્રયોગ માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નહીં પરંતુ ઘણા આતંકવાદી ષડયત્રો અને હુમલાઓમાં પણ કરે છે. જેમ કે 26/11નો હુમલો, અયોધ્યાનો આતંકવાદી હુમલો અથવા ફિદાયિન સંગઠન દ્વારા તેનો પ્રયોગ થયો છે. ભારતીય સેનાએ છેલ્લા બે દાયકામાં આ આતંકવાદી ગ્રુપ પાસેથી લગભગ 80 હજાર એકે 47 જપ્ત કર્યા છે.

એક મોટા સ્તર પર પાકિસ્તાની અને અફઘાની મૂળના આતંકવાદીઓએ સોવિયત સંઘની વિરુધ્ધ આ હાથનો પ્રયોગ કર્યો હતો. પાકિસ્તાની આતંકવાદી ઇસ્લામ ધર્મના નામે હિંસા ભડકાવવા માટે અને જેહાદીઓની સંખ્યા વધારવા માટે આ હથિયારનો ઉપયોગ કરે છે અને તેને ચલાવવાનું પ્રશિક્ષણ આપે છે.

એકે એંટની

હવે આપણે વાત કરીશું એકે 2 એટલે કે એકે એંટની અંગે જેમને મોદીએ પાકિસ્તાનના પ્રશંસક ગણાવ્યા છે, જોકે તેની પાછળ મોદીનું તર્ક પણ મજબૂત છે. સીમા પર પાકિસ્તાની સૈનિકોની ઘુસપૈઠ અને ભારતીય ચૌકી પર વારંવાર હુમલો થાય છે અને રક્ષામંત્રી સંસદમાં આ અંગે કોઇ નક્કર પગલા લેવાની ભલામણ કરવાને બદલે એવું કહે છે કે આ હુમલો પાકિસ્તાની સૈનિકોએ નથી કર્યો પરંતુ પાક. સૈન્યના યૂનિફોર્મમાં આવેલા 20 આતંકવાદીઓએ કર્યો છે. રક્ષામંત્રીનું આવા પ્રકારનું નિવેદન એવી શંકા જન્માવે છે કે એવી તો શું મજબૂરી રહી હશે તેમની કે તેમણે આવા પ્રકારનું હાસ્યાસ્પદ નિવેદન આપવું પડ્યું. શું આપણા રક્ષા મંત્રી એટલા નબળા છે કે તેઓ પાકિસ્તાન વિરુધ્ધ અવાજ ઉઠાવવાને બદલે તેનું સમર્થન કરી રહ્યા છે.

ઑગસ્ટ 2013માં જે પ્રકારે પાકિસ્તાની સેના દ્વારા ભારતની સરહદનું ઉલ્લંઘન તયું અને ભારતીય સૈનિકો પર અમર્યાદિત હુમલો થયો, 5 સૈનિકોના જીવ ગયા, તેની પર રક્ષા મંત્રીની પ્રતિક્રિયાએ તેમને ભારતીય ઓછા અને પાકિસ્તાની હિતમાં વધારે પ્રતિષ્ઠિત કર્યા.

narendra modi
એકે એંટનીના શાસનકાળમાં ભારતની સૈન્ય વ્યવસ્થાની દુર્ગતિ કોઇનાથી પણ છૂપાયેલી નથી. તોપ, લડાકુ વિમાનો, હેલિકોપ્ટરો, મિસાઇલ, અને પનડુબ્બિઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. એટલું જ નહીં આજે સેનાની પાસે એટલી પણ યુદ્ધની સામગ્રી નથી કે 20 દિવસ પણ યુદ્ધ લડી શકાય. આજે ભારતના રક્ષા મંત્રી ભારતના રક્ષકોને અર્થાત સેનાને જ પર્યાપ્ત માત્રામાં રાશન પણ નથી આપી શકતા, ઇંધણ નથી આપી શકતા, વેતનની ચૂકવણી બરાબર નથી કરી શકતા. આનાથી વધારે દુર્ગતિ શું હોઇ શકે.

બીજી તરફ નૌકાદળની દશા પણ કોઇનાથી છૂપાયેલી નથી. જ્યારથી એડમિરનલ જોશીએ આઇએનએસ સિંધુરત્નની દુર્ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપ્યું છે ત્યારથી ભારતીય નૌકાદળ પણ નેતૃત્વહીન છે. હજી સુધી સરકાર જોશીજીના સ્થાને કોઇ અન્ય અધિકારીની વરણી પણ કરી શકી નથી. આશ્ચર્યજનક છે કે પાકિસ્તાન અને ચીન પોતાની સૈન્ય શક્તિઓ વધારવામાં પડ્યા છે જ્યારે ભારતની દિવસે દિવસે આ તાકાત ઘટતી જઇ રહી છે. રક્ષામંત્રી એકે એંટની દરેક પરીક્ષામાં નિષ્ફળ સાબિત થયા છે.

એકે 49

આવો હવે વાત કરીએ એકે 49 વિશે. તે છે 49 દિવસના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. કેજરીવાલ જે ખુદને જનતાના એજન્ટ ઘણાવે છે, આજકાલ તેમનું અભિયાન યુપીએના ભ્રષ્ટાચાર હવે મોદી વિરોધી પ્રચાર બની ગયું છે. અહીં સુધી કે તેમણે મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી.

કેજરીવાલે ગુજરાતના પ્રવાસ દરમિયાન મોદી વિરોધી અભિયાન ચલાવ્યું, જે તેમના વ્યક્તિત્વનો અલગ જ ચહેરો દર્શાવે છે. હજી સુધી કેજરીવાલ અમદાવાદમાં પોતાની અટકાયત માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવે છે તેઓ લગભગ ભૂલી ગયા છે કે ગિરફ્તારીનું કારણ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

જોકે મોદી કેજરીવાલને પાકિસ્તાનના સમર્થક માને છે અને તેના માટે પણ મોદીનું તર્ક પાયાવિહોણું નથી. જે પ્રકારે આપ પાર્ટીએ પોતાની વેબસાઇટ પર ભારતના માનચિત્રને દર્શાવ્યું છે તે હેરાન કરનારું છે કારણ કે તેમાં પાકિસ્તાનને પાકિસ્તાનના ભાગમાં દર્શાવવામાં આવ્યું છે. એટલું જ નહીં જે પ્રકારે આમ આદમી પાર્ટીના સભ્ય પ્રશાંત ભૂષણે કાશ્મીરના મુદ્દા પર ત્યાંની સૈન્યશક્તિના મુદ્દા પર સ્વતંત્રતા માટે ત્યાંના નિવાસીઓના મતોનું નિરીક્ષણ કરવાની વાત કરી તેઓ કશ્મીરને ભારતના નિયંત્રણમાં ઇચ્છે છે કે નહીં, ખરેખર દેશ માટે એક મોટા સામ્પ્રદાયિક હુમલાને નિમંત્રણ આપવાના વિચાર છે.

મોદીનું માનવું છે કે આપ પાર્ટીના મોટાભાગના સભ્યો એવા છે જેમને માઓવાદીઓ પાસેથી સહાનુભૂતિ છે. મેધા પાટકર, કમલ મિત્રા ચેનાય અને પ્રશાંત ભૂષણ જેવા સભ્યો આ ઉગ્રવાદીઓ જે દેશની આંતરીક સુરક્ષા માટે મોટો ખતરો છે, તેમનાથી ખાસ સહાનુભૂતિ રાખે છે.

આપ પાર્ટીની કશ્મીર મુદ્દા પર જનમત સંગ્રહ કરાવવાના વિચારે અરવિંદ કેજરીવાલને એટલા પ્રસિદ્ધ કરી દીધા છે કે પાકિસ્તાની વેબસાઇટ તેમની કાયલ થઇ ગઇ છે. હેરાન કરનારી બાબત એ છે કે પાકિસ્તાની સરકારી સંસ્થાન આ વિચારના પ્રચારમાં લાગેલી છે કે કેજરીવાલ ભારતના સામાન્ય જનનો અવાજ છે. કારણ કે સંસ્થાન માને છે કે કેજરીવાલની પાર્ટી કાશ્મીરના મુદ્દા અંગે વિચારે છે.

આમના શચવાનીએ અફગાનિસ્તાન ટાઇમ્સના એક આર્ટિકલ જેનું શીર્ષક છે 'પાકિસ્તાન જેહાદીઓનું ભારતીય ભ્રષ્ટાચાર વિરોધી માટે રહસ્યાત્મક પ્રેમ'માં લખ્યું છે માત્ર પાકિસ્તાની મીડિયા અને નેતા જ નહીં પરંતુ પોતે વડાપ્રધાન નવાજ શરીફ કહે છે કે કેજરી કશ્મીરના મુદ્દા પર ભારત પાકિસ્તાનના સારા સંબંધોને કાયમ કરી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન મીડિયામાં આ પ્રકારના ઘણા લેખો છપાયા છે જે કેજરીવાલને કશ્મીરના મુદ્દાના સંબંધમાં પાકિસ્તાનમાં પ્રસિદ્ધિ અપાઇ રહ્યા છે. પરંતુ કેજરીવાલની આ પાકિસ્તાની જન પ્રસિદ્ધિ ભારતની સુરક્ષા પર હાવિ થઇ શકે છે.

English summary
During his rally in Jammu, Narendra Modi stated that Pakistan is using three AKs to bleed India and these three AKs are praised in Pakistan. Here are the detailed version of AKs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more