For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુક ગર્લ શાહિને મહારાષ્ટ્ર છોડ્યું, લીધી ગુજરાતની શરણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shahin
મુંબઇ, 3 ડિસેમ્બર: મહારાષ્ટ્રના પાલઘર ફેસબુક વિવાદ બાદ ચર્ચામાં આવેલા શાહીન ઢાડાના પરિવારે શિવસેનાથી ડરથી મહારાષ્ટ્ર છોડી દિધું છે. મહારાષ્ટ્ર છોડી શાહીનનો પરિવાર ગુજરાતમાં શરણ લીધી છે અને ક્યારેય મહારાષ્ટ્ર પરત ન ફરવાનો નિર્ણય કર્યો છે.

કહેવામાં આવે છે કે શિવ સૈનિકોના આક્રમક વલણને જોતાં શાહીન ઢાડા અને તેના પરિવારે મહારાષ્ટ્ર છોડવાનો નિર્ણય કર્યો છે. શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેના અવસાન બાદ પાલઘરની રહેવાસી શાહીન ઢાડા નામની છોકરીએ ફેસબુક પર કોમેન્ટ કરી હતી. ત્યારબાદ શિવસૈનિકોએ તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના સંબંધીના નર્સિંગ હોમમાં તોડફોડ કરી હતી.

પોલીસે શાહીન ઢાડા અને તેની બહેનપણીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આખા દેશમાં મહારાષ્ટ્ર સરકાર અને પોલીસની નિંદા થવા લાગી તો બંનેને છોડી મુકવામાં આવી.

આ કેસની તપાસ કોંકણ આઇજીને સોંપવામાં આવી હતી. અને આઇજી દ્રારા સોંપવામાં આવેલા રિપોર્ટના આધારે થાણેના એસપી રવિન્દ્ર શેગાવકરને સસ્પેંડ કરવામાં આવ્યા હતા તથા પાલઘર પોલીસ સ્ટેશનના ઇસ્પેક્ટર શ્રીકાંત પિંગલેને સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. જ્યારે શિવસેનાએ કાર્યવાહી કરનાર પોલીસવાળાઓનો બચાવ કર્યો અને કહ્યું હતું કે શાહીન ઢાડાની કોમેન્ટની કારણે રાજ્યમાં સ્થિતી ખરાબ થઇ શકતી હતી. માટે પોલીસે ઠીક કામ કર્યું છે.

શિવસેનાએ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાના વિરોધમાં પાલઘર બંધ રાખ્યું હતું. આ કેસમાં છોકરીઓને 15-15 હજારના જામીનખત આપનાર જજ રામચંદ્ર બાગડેની પણ બદલી કરવામાં આવી હતી.

English summary
Two weeks after Shaheen Dhada arrested for a comment on the shutdown of Mumbai after Shiv Sena chief Bal Thackeray's death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X