For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તાળી વગાડવાથી ખરેખર કોરોના વાયરસ ખતમ થઈ જશે? Fact Check

શું તાળી વગાડવાથી ખરેખર કોરોના વાયરસ ખતમ થઈ જશે? Fact Check

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસનો ખતરો જેટલી તેજીથી વધી રહ્યો છે, તેટલી જ તેજીથી તેની સાથે જોડાયેલી અફવાઓ પણ ફેલાઈ રહી છે. એવી જ એક ખોટી જાણકારી છે કે, તાળી વગાડવાથી વાયરસ મરી જાય ચે. જેને લઈ સોશિયલ મીડિયા પર કેટલીય પોસ્ટ શેર કરવામાં આવી રહી છે, કે તાળી વગાડવાથી જે ઉર્જા અને વાઈબ્રેશન આવશે, તેનાથી વાયરસ ખતમ થઈ જશે. પરંતુ આ સત્ય નથી.

જાણો શું છે સત્ય

જાણો શું છે સત્ય

આ મામલે ફેક્ટ ચેકિંગ વેબસાઈટ Alt Newsના ફાઉન્ડર પ્રતીક સિન્હાએ પણ એક ટ્વીટ કર્યું. જેમાં તેમણે આવી ખોટી જાણકારી શેર કરનાર પોસ્ટનો સ્ક્રીનશૉટ શેર કર્યો. આ સ્ક્રીનશૉટને શેર કરતા તેમણે કેપ્શનમાં લક્યું છે, 'નહિ તાળી વગાડવાથી વાયરસ નથી મરતો. આવા પ્રકારની નિરર્થક પોસ્ટને એક લાખ 30 હજારથી વધુ વાર જોવામાં આવી છે. સોશિયલ મીડિયા સુધીની પહોંચવાળા લોકોએ થોડો સંયમ વરતવો જોઈએ. આ બિલકુલ બિનજવાબદારી પૂર્ણ વ્યવાહર છે.'

તાળી વગાડવાનું કેમ બોલવામાં આવ્યું?

જાણકારી માટે જણાવી દઈએ કે 22 માર્ચે રવિવારના દિવસે દેશભરમાં જનતા કર્ફ્યૂ લાગેલું છે. આ દરમિયાન લોકોને કહેવામાં આવ્યું કે સવારે 7 વાગ્યેથી રાતે 9 વાગ્યા સુધી ઘરેથી બહાર ના નિકળે. આની સાથે જ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એમપણ કહ્યું હતું કે જનતા કર્ફ્યૂ દરમિયાન સાંજે પાંચ વાગ્યે ઘરના દરવાજે, બારીઓ અને બાલકનીઓ પર આવી તાળી, ઘંટડી, થાળી, વગેરે વગાડે. પ્રધાનમંત્રીએ આ અપીલ એવા લોકોના સન્માનમાં કરી જે કોરોનાવાઈરસથી જંગમાં સતત પોતાનું યોગદાન આપી રહ્યા છે. જેમ કે ડૉક્ટર, નર્સ, મીડિયાકર્મી અને પોલીસ વગેરે.

ભારતમાં 324 સંક્રમિત મામલા

ભારતમાં 324 સંક્રમિત મામલા

જણાવી દઈએ કે દુનિયાભરમાં વાઈરસના કારમે 13069થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 308547નો આંકડો પાર કરી ચૂકી છે. ભારતની વાત કરીએ તો અહીં પણ સંક્રમિત મામલાની સંખ્યા વધીને 324 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી 5 લોકો મોતના શિકાર પણ બન્યા છે, હાલ કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકારે પણ વાઈરસના ખાત્મા માટે પોતાના તરફથી પૂરી કોશિશ કરી રહી છે.

પીએમ મોદીની કનિકા કપૂર સાથે સેલ્ફી થઈ રહી છે વાયરલ, જાણો શું છે સચ્ચાઇપીએમ મોદીની કનિકા કપૂર સાથે સેલ્ફી થઈ રહી છે વાયરલ, જાણો શું છે સચ્ચાઇ

English summary
Fact Check: Clapping does not kill covid 19 virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X