For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક્ટ ચેકઃ શાકભાજી વેચનારા ફેલાવી રહ્યા છે કોવિડ-19, જાણો ઑડિયો ક્લિપના દાવાનુ સત્ય

સોશિયલ મીડિયા પર એક ઑડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાકભાજી વેચનારા કોરોના વાયરસ(કોવિડ-19) ફેલાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં સોશિયલ મીડિયા પર એક ઑડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શાકભાજી વેચનારા કોરોના વાયરસ(કોવિડ-19) ફેલાવી રહ્યા છે. ક્લિપમાં કહેવામાં આવી રહ્યુ છે કે શાકભાજી વિક્રેતાઓ ફળ અને શાકભાજીને ચાટીને કે તેના પર થૂંક લગાવીને વાયરસ ફેલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ક્લિપ સંપૂર્ણપણે નકલી છે. આ સાથે જ આવી નકલી ક્લિપે એ લોકો માટે (ફળ, શાકભાજી વિક્રેતા) પણ મુશ્કેલી વધારી દીધી છે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકો સુધી જરૂરિયાતનો સામાન પહોંચાડી રહ્યો છે.

ખોટી માહિતીના કારણે ભેદભાવનો સામનો

ખોટી માહિતીના કારણે ભેદભાવનો સામનો

આરોગ્ય મંત્રાલયે પણ કહ્યુ છે કે જે લોકોમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે અથવા જે આ વાયરસ સામે લડાઈ માટે કામ કરી રહ્યા છે, જેવા કે પોલિસકર્મી, ડૉક્ટર અને સફાઈકર્મી, આ લોકોને પણ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી ખોટી માહિતીના કારણે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં સુધી કે જે લોકો કોરોન વાયરસથી સંક્રમિત હતા અને હવે ઠીક થઈ ચૂક્યા છે તેમને પણ આવી નકલી પોસ્ટના કારણે ભેદભાવ સહન કરવો પડી રહ્યો છે. જો કે નકલી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

સેવાકર્મીઓને સમર્થનની જરૂર

સેવાકર્મીઓને સમર્થનની જરૂર

આ મુશ્કેલ સમયમાં વાયરસને ફેલાતો રોકવા માટે સરકારે દેશવ્યાપી લૉકડાઉન લગાવ્યુ છે. જેના કારણે લોકો પોતપોતાના ઘરોમાં બંધ છે. વાયરસથી બચવાનો આ જ સૌથી મોટો રસ્તો છે. પરંતુ એવામાં અમુક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશની સેવા કરી રહ્યા છે. પોલિસકર્મી, ડૉક્ટર્સ, નર્સિસ અને સફાઈકર્મી લોકોની જિદગી બચાવવા માટે પોતાના ઘરોમાંથી બહાર છે અને દેશવાસીઓની સેવામાં લાગેલા છે આ બધાને અત્યારે સમર્થનની જરૂર છે.

લડાઈ નબળી પડી રહી છે

લડાઈ નબળી પડી રહી છે

આરોગ્ય મંત્રાલયે એ પણ કહ્યુ છે કે જરૂરી સેવા આપનારાઓ અને તેમના પરિવારોને ટાર્ગેટ કરવાથી કોરોના વાયરસ સામે અમારી લડાઈ નબળી પડી રહી છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે દેશમાં કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં 199 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 6412 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ કોરોના: કેન્દ્રએ રાજ્યોને આપ્યો ટાર્ગેટ, 14 એપ્રિલ સુધી 2.5 લાખ લોકોના ટેસ્ટ કરોઆ પણ વાંચોઃ કોરોના: કેન્દ્રએ રાજ્યોને આપ્યો ટાર્ગેટ, 14 એપ્રિલ સુધી 2.5 લાખ લોકોના ટેસ્ટ કરો

English summary
fact check clip claiming vegetable vendors spreading covid-19 is fake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X