For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લાસ્ટના આરોપી ખાલિદ મુલાહિદની હત્યા કે મોત?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

police
લખનઉ, 19 મે: ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ, ગોરખપુર અને લખનઉની કોર્ટ પરિસરમાં થયેલા સીરિયલ બ્લાસ્ટના આરોપી ખાલિદ મુજાહિદનું શનિવારે ફૈઝાબાદ કોર્ટથી પરત લખનઉ જેલ જતી વખતે રસ્તામાં મોત નિપજ્યું છે. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ સામાન્ય મોત નથી, પરંતુ હત્યા છે. જો કે સરકારે આ કેસની તપાસમાં એક કમીટીની રચના કરી છે અને લગભગ 40 પોલીસકર્મીઓને તપાસની રેખા હેઠળ રાખવામાં આવ્યાં છે.

હૈઝાબાદના પ્રભારી પોલીસ કમીશ્નર ધમેન્દ્ર સિંહ યાદવે ખાલિદ મુજાહિદના મોતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે તેનું મોત ગરમીને કારણે થયું છે. વિસ્ફોટોના આરોપી ખાલિદ મુઝાહિદ, તારીક કાઝમી, મો. અખ્તર અન સજ્જાદુર્રહમાનનો કેસ ફૈઝાબાદમાં ચાલી રહ્યો છે.

આ આરોપીઓની કોર્ટમાં હાજરી બાદ શનિવારે આરોપીને લઇને લખનઉ પરત ફરી રહી હતી ત્યારે રામસનેહી ઘાટ વિસ્તારમાં લાખિદ મુઝાહિદ અચનક પોલીસ વાનમાં બેભાન થઇ ગયો. પોલીસવાળાઓએ તેની પર પાણી છાંટ્યું પરંતુ તે હોશમાં ન આવ્યો. તેને તત્કાલિક બારાંબકીની જિલ્લા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દિધો. અન્ય ત્રણ આરોપીઓને લખનઉની જેલમાં પહોંચાડવામાં આવ્યા.

ખાલિદ જૌનપુરનો રહેવાસી હતો. રવિવારે તેની લાશને પોસ્ટમોર્ટમ બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવશે. આ આરોપીઓની સુનાવણી માટે ફૈઝાબાદ જેલમાં વિશેષ કોર્ટમાં લાગે છે કારણ કે તેમની ધરપકડ બાદ જ્યારે ફૈઝાબાદ કચેરીમાં રજૂ કરવામાં આવ્યાં હતા તો વકીલોને જોરદાર હુમલો કર્યો હતો.

ખાલિદના પરિવારજનોએ 40 પોલીસકર્મીઓ વિરૂદ્ધ એફઆરઆઇ દાખલ કરાવી છે. તો અખિલેશ સરકારે તે બધા આરોપી તપાસ ગોઠવશે, જેમાં પૂર્વ ડીજીપી વિક્રમ સિંહ અને જીપી પોલીસ (લૉ એન્ડ ઓર્ડર) બ્રિઝ લાલનો પણ સમાવેશ થાય છે. સમાચાર પ્રાપ્ત થયા છે કે સરકાર આ મુદ્દે સીબીઆઇ તપાસ પણ માંગણી કરી શકે છે.

English summary
Forty-two policemen have been booked for the alleged murder of an accused Khalid Mujahid in a serial blasts case in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X