For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધુએ પાકિસ્તાની ઝંડાવાળી પાઘડી પહેરી, જાણો શું છે વાયરલ તસવીરનું સત્ય?

સિદ્ધુએ પાકિસ્તાની ઝંડાવાળી પાઘડી પહેરી, જાણો શું છે વાયરલ તસવીરનું સત્ય?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પંજાબના મત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નવજોત સિંહ સિદ્ધૂ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા હોય છે. લોકસભા ચૂંટણી સમયે પીએમ મોદી પર કરેલ હુમલા દરમિયાન જ્યાં સિદ્ધુ પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં રહ્યા તો ચૂંટણી બાદ પંજાબના સીએમ અમરિંદર સિંહ સાથેની બોલાચાલીને પગલે તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ વધુ એક નવા વિવાદમાં ઘેરાયા છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈરહી છે જેમાં સિદ્ધુ લીલા રંગની પાઘડી પહેરીને જોવા મળી રહ્યા છે અને તેના પર પાકિસ્તાનના ઝંડા જેવો ચાંદ-તારાનું નિશાન જોવા મળી રહ્યું છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર ભારે શેર કરવામાં આવી રહી છે, જો કે આ તસવીરની તપાસ કરતા નવી સચ્ચાઈ સામે આવી.

ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાએ તસવીર શેર કરી

ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાએ તસવીર શેર કરી

નવજોત સિંહ સિદ્ધૂ આ તસવીરને પાકિસ્તાન સિખ ગુરુદ્વારા પ્રબંધન કમિટીના મહાસચિવ અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાએ સોશિય મીડિયા પર શે કરી છે. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આ તસવીર ફેક છે, જેને ફોટોશોપ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગત વર્ષે જ્યારે નવજોત સિંહ સિદ્ધૂ કરતારપુર સાહિબ કૉરીડોર સાથે જોડાયેલ કાર્યક્રમમાં ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા, તે સમયે ચાવલા સાથેની સિદ્ધુની તસવીર સામે આવી હતી, જેને લઈ ભારે વિવાદ થયો. ગોપાલ સિંહ ચાવલાને આતંકી સંગઠન જમાત-ઉત-દાવાના મુખ્યા હાફિઝ સઈદનો નજીકનો માનવામાં આવે છે. પાકિસ્તાનના ચેનલો પર તે ખુલ્લી રીતે ભારત વિરોધી વાતો પણ કરતો રહે છે. જો કે ચાવલાએ સિદ્ધુની આ તસવીરને કેમ શેર કરી છે તેની પાછળનો ઉદ્દેશ્ય હજુ જાણી શકાયો નથી.

પહેલા પણ સામે આવ્યા પાકિસ્તાન સાથે જોડાયેલ વિવાદ

પહેલા પણ સામે આવ્યા પાકિસ્તાન સાથે જોડાયેલ વિવાદ

જો કે આવું પહેલીવાર નથી થયું કે પાકિસ્તાન સાથે જોડાયેલ વિવાદને લઈ સિદ્ધુ પહેલીવાર ચર્ચામાં આવ્યા હોય. ગત વર્ષે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ગયા હત, ત્યારે પણ ભારે વિવાદ થયો હતો. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેના રાષ્ટ્રપતિ સરદાર મસૂદ ખાનની બાજુની સીટ આપવામાં આવી હતી. એટલું જ નહિ, સિદ્ધુએ કાર્યક્રમમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાવજાને પણ ગળે લગાવ્યો હતો. જે બાદ સિદ્ધુની ભારે આચોલના થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ આ મામલે સિદ્ધુની સાથોસાથ કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો હતો.

સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચેનો વિવાદ યથાવત

સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચેનો વિવાદ યથાવત

નવજોત સિંહ સિદ્ધુનો હાલ પંજાબના સીએમ અમરિંદર સિંહ સાથે પણ વિવાદ બનેલો છે. સૂત્રો મુજબ અમરિંદર સિંહ હવે સિદ્ધુનું મંત્રાલય બદલી તેમને ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા છે, અગાઉ તેમની પાસે સ્થાનિક બોડી મંત્રાલય હતું. જણાવી દઈએ કે સીએમ અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુને હાલમાં સંપન્ન થયેલ લોકસભા ચૂંટણીમાં હાર માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે લોકસભાની 13 સીટોમાંથી જે પાંચ સીટ પર કોંગ્રેસ હારી છે. તેના માટે સિદ્ધુનું શહેરી નિગમ મંત્રાલયનું ખરાબ કામકાજ જવાબદાર છે. જ્યારે સિદ્ધુએ હારને સામૂહિક જવાબદારી કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે પંજાબમાં હાર માટે સમગ્ર પાર્ટી જવાબદાર છે અને માત્ર તેમને જ જવાબદાર ન ઠેરવી શકાય.

સોનિયા ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો રેલવેના ખાનગીકરણનો મુદ્દો, ‘દેશના મજૂરોનું ભવિષ્ય અંધકારમય'સોનિયા ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો રેલવેના ખાનગીકરણનો મુદ્દો, ‘દેશના મજૂરોનું ભવિષ્ય અંધકારમય'

English summary
fake pic of navjot singh siddhu is being viral, here is trueth behind turban pic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X