For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50 કરતા વધારે ઇન્ડિયન આર્મી ઓફિસરના નકલી ટ્વિટર હેન્ડલ

5 ઓગસ્ટથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અઘોષિત યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી અને રાજ્યને અપાયેલા વિશેષ દરજ્જાને નાબૂદ કર્યા.

|
Google Oneindia Gujarati News

5 ઓગસ્ટથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અઘોષિત યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી અને રાજ્યને અપાયેલા વિશેષ દરજ્જાને નાબૂદ કર્યા. આ નિર્ણયથી ગુસ્સે થતાં પાકિસ્તાને ટ્વિટર અને અન્ય સોશ્યલ મીડિયા ચેનલો દ્વારા ભારત વિરુદ્ધ પ્રચારને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાન દ્વારા હવે ભારતીય સેનાના અધિકારીઓના નકલી ટ્વિટર હેન્ડલ દ્વારા યુદ્ધ કરવામાં આવી રહ્યું છે.

આર્મી ચીફનું પણ ટ્વિટર હેન્ડલ

આર્મી ચીફનું પણ ટ્વિટર હેન્ડલ

આ ટ્વિટર હેન્ડલ્સમાં આર્મી ચીફ જનરલ બિપિન રાવત અને નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહનાં એકાઉન્ટ્સ પણ શામેલ છે. એક અહેવાલ મુજબ, આ સમયે ઓછામાં ઓછા 50 જેટલા ટ્વિટર હેન્ડલ્સ અસ્તિત્વમાં છે અને તે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે આ આર્મી ચીફ જનરલ રાવત, આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને ડિરેક્ટર જનરલ સૈન્ય ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયાના છે જનરલ રાવત અને લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહના ટ્વિટર હેન્ડલથી કાશ્મીર વિશે અનેક ટ્વીટ્સ કરવામાં આવી છે.

69 જવાનોની ખોટી ખબર

69 જવાનોની ખોટી ખબર

આ ટ્વીટ્સ મુજબ કાશ્મીરમાં હાલ બંધ છે અને પરિસ્થિતિની નોંધ લેવા સુરક્ષા એજન્સીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓને પણ અપીલ કરવામાં આવી છે. આ ટવિટમાં કાશ્મીરમાં લોકો પરના અત્યાચારનો પણ ઉલ્લેખ છે. ઇંગ્લિશ ડેઇલી હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હેન્ડલ્સ પરથી આવી ઘણી ટ્વીટ્સ આવી છે જે છેલ્લા કેટલાક દિવસોથી સાવ ખોટી છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કર્નલ રેન્કના સૈન્ય અધિકારીના કહેવાતા હેન્ડલ સાથે પોસ્ટ કરવામાં આવ્યું છે, 'પાકિસ્તાન દ્વારા ચાલુ ગોળીબારમાં છેલ્લાં છ દિવસમાં મારા 69 સાથી સૈનિકો શહીદ થયા છે'.

700 કાશ્મીરીઓની હત્યા

700 કાશ્મીરીઓની હત્યા

એ જ રીતે ડીજીએમઓ જનરલ વિનોદ ભાટિયાના હેન્ડલ પરથી આવેલ ટ્વીટ પર એવું હતું કે, 'મારા ગુપ્તચર અહેવાલ મુજબ 700 જેટલા કાશ્મીરીઓને માર્યા ગયા છે અને હજારો મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. કાશ્મીરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ છે, શાળાઓ અને કોલેજો બધી બંધ છે. અમને શરમ આવે છે. ' લેફ્ટનન્ટ કર્નલ શ્રીકાંત પુરોહિતના નામનું એક ખોટું ટ્વિટર હેન્ડલ, તેમના વતી ખોટી રીતે ટ્વીટ કરીને ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. કર્નલ પુરોહિત માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી છે.

નકલી ટ્વિટર હેન્ડલની ભરમાર

નકલી ટ્વિટર હેન્ડલની ભરમાર

5 ઓગસ્ટ પછી સોશ્યલ મીડિયા પર નકલી ટ્વિટર હેન્ડલની ભરમાર થઇ રહી છે. એક અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે ખોટી માહિતી ફેલાવીને હિંસા ફેલાવવાના ષડયંત્ર હેઠળ આ બધું થઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર પર ભારતે લીધેલા નિર્ણયથી, ઘણા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા છે. જ્યાં કેટલાક હેન્ડલ ઓગસ્ટમાં બનાવવામાં આવ્યા હતા, કેટલાક હેન્ડલ પહેલાથી જ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Video: પાકિસ્તાનની BAT ટીમની ઘૂસણખોરી કેવી રીતે નિષ્ફળ રહી

English summary
Fake Twitter handle of more than 50 Indian Army officers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X