મહારાષ્ટ્રમાં ખેડૂતોએ પોલીસની 6 ગાડીને લગાડી આગ

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રના કલ્યાણમાં ગુરુવારે ખેડૂતોનું ઉગ્ર આંદોલન જોવા મળ્યું. આ રસ્તા રોકો આંદોલનમાં ખેડૂતોએ પોલીસની 6 ગાડીઓને આગ લગાવીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો. નેવાલી એરપોર્ટ માટે સરકારે ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક માંગી જેના વિરોધમાં ગુરુવારે મહારાષ્ટ્રના કલ્યાણમાં ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. ખેડૂતોને તેમની મુશ્કેલીઓ અંગે વિરોધ વ્યક્ત કરવા માટે કલ્યાણ-મલંગગડ રોડના રસ્તા પર રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. જેમાં તેમણે ટાયર બાળીને આવતા જતા વાહનને રોકી રસ્તા બંધ કર્યા હતા. એટલું નહીં આંદોલનકારીઓએ પોલીસ પર પથરાવ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ સમયમાં બીજા વિશ્વયુદ્ધ વખતે સેનાએ નેવાલ ગામની જમીન માર્ગ બનાવવા માટે લીધી હતી પણ તે પછી ખેડૂતો આ જમીન પર કબ્જો કરી લીધો હતો.

farmer

પણ આ વર્ષે નેવી દ્વારા કમ્પાઉન્ડ નાખવા માટે જ્યારે નેવીએ આ જગ્યા ખાલી કરાવી ત્યારે પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે આ તેમના હકની જમીન છે. અને તે જમીનથી તે તેમના ગુજરાત ચલાવે છે. વધુમાં તેમણે સરકાર પર પોતાની જમીન બળજબરીપૂર્વક લઇ લેવાનો આરોપ પણ મૂક્યો હતો. એરપોર્ટ બનાવા માટે આ ક્ષેત્રના 7 થી 8 ગામોના લોકોની જમીન સરકારે લીધી છે. જે બાદ ખેડૂતોએ આ આંદોલન કર્યું હતું. અને પોલીસ વાનને આગ ચાંપી હતી.

farmer
English summary
farmer Protest against land acquisition in kalyan, Maharashtra.
Please Wait while comments are loading...