Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Farmers Protest: દિલ્હી વિધાનસભામાં સીએમ કેજરીવાલની ખેડૂત આગેવાનો સાથે બેઠક

Farmers Protest: દિલ્હી વિધાનસભામાં સીએમ કેજરીવાલની ખેડૂત આગેવાનો સાથે બેઠક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભામા કૃષિ કાયદાને લઈ ખેડૂત નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં દિલ્હી સહિત આંદોલનમાં સામેલ ઉત્તર પ્રદેશના ખેડૂતો પણ સામેલ છે. બેઠકમાં ખેતી પર ચર્ચા સાથે કૃષિના ભવિષ્ય પર વાત થઈ રહી છે. જ્યારે ત્રણેય કૃષિ કાયદાને લઈ આમ આદમી પાર્ટીની આગળની રણનીતિ શું રહેશે કદાચ તેના પર પણ ચર્ચા થઈ શકે છે.

arvind kejariwal

વિધાનસભામાં ચાલી રહેલી AAP અને ખેડૂત નેતાઓની બેઠકમાં દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી કૈલાશ ગહલોત અને રાજેન્દ્ર પાલ ગૌતમ સાથે રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ બેઠકમાં હાજર છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરૂથી જ ખેડૂત આંદોલન સાથે ઉભા જોવા મળી રહ્યા છે. ધરણા સ્થળે સીએમ કેજરીવાલ સહિત ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ કેટલીય વખત જઈ ચૂક્યા છે. પ્રદર્શનકારી ખેડૂતોના ધરણા સ્થળે પણ તમામ પ્રકારની સુવિધાઓ પણ કેજરીવાલ સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નોંધનીય છે કે દિલ્હીની બોર્ડર પર ખેડૂત આંદોલનને 88મો દિવસ થઈ રહ્યો છે. કૃષિ કાયદાને રદ્દ કરવા અને એમએસપી પર કાયદો બનાવવાની માંગ પર ખેડૂતો અડગ છે. જો કે સરકાર અને ખેડૂત સંગઠનોમાં 11 તબક્કાની વાર્તા થઈ ચૂકી છે, પરંતુ કોઈપણ પરિણામ નથી નિકળ્યું. જે બાદ ખેડૂતોએ 6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ચક્કાજામ આંદોલન કર્યું હતું અને હાલમાં 20 ફેબ્રુઆરીએ દેશવ્યાપી રેલ રોકો આંદોલન દ્વારા સરકારના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X