For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: ખેડૂત આંદોલન ચાલુ, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા

દેવામાફી અને ખેત ઉત્પાદનની યોગ્ય કિંમત માટે ખેડૂત આંદોલન આજે ચોથા દિવસે પણ ચાલુ જ છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેવામાફી અને ખેત ઉત્પાદનની યોગ્ય કિંમત માટે ખેડૂત આંદોલન આજે ચોથા દિવસે પણ ચાલુ જ છે. 1 જૂન થી શરૂ થયેલા આ આંદોલનને કારણે બજારમાં શાકભાજી ના ભાવ વધી ગયા છે. આંદોલન દરમિયાન ખેડૂતો ઘ્વારા દૂધ અને શાકભાજી રસ્તા પર ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં જ ત્રીજા દિવસે આંદોલન વધારે ઉગ્ર બની ગયું. જયારે યુપી, પંજાબ, ઉત્તરાખંડ અને હરિયાણામાં ઘણી જગ્યા પર ખેડૂતો ઘ્વારા દૂધની નદીઓ વહાવી દીધી અને રસ્તા જામ કરી દેવામાં આવ્યા. આ આંદોલનને કારણે રાજધાની દિલ્હીમાં શાકભાજીના ભાવ પણ વધી ગયા છે.

Farmers strike

ખેડૂત આંદોલનનો ચોથો દિવસ અને તેની પળ પળની માહિતી અહીં વાંચો....

Newest First Oldest First
12:43 PM, 4 Jun

નાગપુરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહનસિંહ ઘ્વારા ખેડૂત આંદોલન પર આપવામાં આવેલા નિવેદન પર વિરોધ, ખેડૂતો ઘ્વારા રસ્તા પર દૂધની નદીઓ વહાવવામાં આવી.
10:03 AM, 4 Jun

કિસાન આંદોલનને કારણે ઘણા રાજ્યોમાં દૂધની તકલીફ, શાકભાજીના ભાવ વધ્યા, સામાન્ય લોકોની પરેશાની વધી.
9:59 AM, 4 Jun

કિસાન આંદોલન ચોથા દિવસે પણ ચાલુ, મહારાષ્ટ્રમાં વેપારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બંધનો મામૂલી અસર.
9:58 AM, 4 Jun

યુપીના મોરાદાબાદમાં ખેડૂતો ઘ્વારા ફળ અને શાકભાજી ફેંકીને વિરોધ નોંધાવવામાં આવ્યો. મેરઠમાં ખેડૂતો ઘ્વારા કમિશનરી ગેટ પર ટામેટા ફેંકવામાં આવ્યા.

English summary
Farmers strike fourth day live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X