For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MSPની માંગણી સરકાર ના માને ત્યાં સુધી ખેડૂતો દિલ્હી બોર્ડર નહીં છોડે: રાકેશ ટીકૈત

પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી દીધી છે પણ હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે, ખેડૂતો દિલ્હી બોર્ડર પરથી ઉઠવા માટે તૈયાર નથી. આજે ખેડૂત આંદોલનને એક વર્ષ થયુ છે ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, એમએસપ

|
Google Oneindia Gujarati News

પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી દીધી છે પણ હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે, ખેડૂતો દિલ્હી બોર્ડર પરથી ઉઠવા માટે તૈયાર નથી. આજે ખેડૂત આંદોલનને એક વર્ષ થયુ છે ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ અમારા માટે હંમેશા મુદ્દો રહ્યો છે અને તેના ઉકેલ વગર અમે દિલ્હી બોર્ડર છોડવા માટે તૈયાર નથી.

Rakesh Tikait

ટિકૈતે કહ્યુ હતુ કે, 29 નવેમ્બરે દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ યોજાઈને જ રહેશે. કેન્દ્ર સાથે અત્યાર સુધી જેટલી પણ વખત વાતચીત થઈ છે તેમાં એમએસપીના મુદ્દે પણ ચર્ચા થયેલી છે.સરકારે એમએસપી માટે પણ કાયદો બનાવવો જ પડશે.ત્યાં સુધી અમે પાછળ હટવાના નથઈ.અમે યુપીમાં જઈને ભાજપને હરાવવા માટે અપીલ કરવાના છે.ચૂંટણી પહેલા સરકાર આ મુદ્દાનો ઉકેલ લાવે તે તેના માટે સારુ છે.

ટિકૈતની જાહેરાત બાદ સ્પષ્ટ થઈ ગયુ છે કે, દિલ્હીની બોર્ડર પર રસ્તો રોકીને બેઠેલા ખેડૂતો ઉઠવાના નથી અને લાખો લોકોએ આગામી દિવસોમાં પણ હાલાકી વેઠતા રહેશે.

રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે 29મીએ ટ્રેક્ટરનો કાર્યક્રમ છે. અમે ખુલ્લા રસ્તા પરથી ટ્રેક્ટર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સરકારે એફિડેવિટ આપી છે કે તમામ રસ્તાઓ ખુલ્લા છે. તેમણે કહ્યું કે આંદોલન સારી રીતે ચાલી રહ્યું છે. તે ખેતરથી સંસદ સુધી જઈ રહ્યું છે. આ આંદોલન મેદાનમાં ચાલશે અને મજબૂતીથી આગળ વધશે.

English summary
Farmers will not leave Delhi border till govt accepts MSP demand: Rakesh Tikait
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X