For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના પૉઝિટીવ ફારુક અબ્દુલ્લાની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા ભરતી

નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ અને સાંસદ ફારુખ અબ્દુલ્લાને શનિવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ અને સાંસદ ફારુક અબ્દુલ્લાને શનિવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ચાર દિવસ પહેલા કોરોના વાયરસ સંક્રમિત જોવા મળેલ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાના દીકરા ઉમર અબ્દુલ્લાએ તેમની તબિયત વિશે માહિતી આપી છે. ઉમરે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે તેમને શ્રીનગરમાં એડમિટ કરવામાં આવ્યા છે. ઉમરે એ બધાનો આભાર માન્યો છે જેમણે તેમના પિતાની તબિયત માટે દુઆ કરી છે.

Farooq Abdullah

ઉમર અબ્દુલ્લાએ શનિવારે ટ્વિટ કરીને લખ્યુ કે ફારુક અબ્દુલ્લાને ડૉક્ટરોની સલાહ પર વધુ સારા નિરીક્ષણ માટે શ્રીનગર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બધા લોકો જેમણે ફારુક અબ્દુલ્લાની તબિયત માટે ચિંતા વ્યક્ત કરી છે એ બધાનો અમારો પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે.

30 માર્ચે થયો હતો કોરોના પૉઝિટીવ

ફારુક અબ્દુલ્લા 30 માર્ચે કોરોના પઝિટીવ જોવા મળ્યા હતા. ફારુક અબ્દુલ્લાના દીકરા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ 30 માર્ચે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે મારા પિતા સંક્રમિત મળ્યા છે. તેમનામાં ઘણા લક્ષણ પણ દેખાઈ રહ્યા છે. તેને જોતા હું અમે અમારો આખો પરિવાર ખુદને સેલ્ફ આઈસોલેટ કરી રહ્યા છે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને ફારુક અબ્દુલ્લાની સારી તબિયત માટે પ્રાર્થના કરી હતી.

83 વર્ષના ફારુક અબ્દુલ્લા દેશના સૌથી વરિષ્ઠ નેતાઓમાં ગણાય છે. ફારુક અબ્દુલ્લા નેશનલ કૉનફરન્સના અધ્યક્ષ છે અને વર્તમાન સમયમાં શ્રીનગરથી લોકસભાના સાંસદ છે. ફારુક જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહ્યા છે અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહ્યા છે. એનડીએ અને યુપીએ બંને ગઠબંધનોમાં ફારુક અબ્દુલ્લા અને તેમની પાર્ટી રહી ચૂકી છે.

આસામઃ બેભાન થયા કાર્યકર્તા, PM મોદીએ મંચ પરથી મોકલ્યા ડૉક્ટરઆસામઃ બેભાન થયા કાર્યકર્તા, PM મોદીએ મંચ પરથી મોકલ્યા ડૉક્ટર

English summary
Farooq Abdullah admitted to hospital in Srinagar, tested positive for Covid-19 on 30 March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X