ફર્રુખાબાદમાં ઑક્સિજનની અછતને કારણે 49 બાળકોનું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાની લોહિયા હોસ્પિટલમાં ગોરખપુર જેવો જ બનાવ બન્યો છે. લોહિયા હોસ્પિટલમાં ઑક્સિજનની અછતને કારણે 49 બાળકોનું મૃત્યુ થયું છે. નોંધનીય છે કે, ગોરખપુરની બાબા રાઘવ દાસ મેડિકલ કૉલેજમાં પણ ઑક્સિજનની અછતને કારણે જ ઓગસ્ટ માસમાં અનેક બાળકોનું મૃત્યુ થયું હતું. હવે ફર્રુખાબાદનો બનાવ સામે આવતા જિલ્લા અધિકારી રવીન્દ્ર કુમારે આ મામલાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, બાળકોના મૃત્યુનું કારણે ઑક્સિજનની અછત છે. આ ઘટનાની તપાસ પેનલમાં એસડીએમ, સિટી મેજિસ્ટ્રેટ અને મામલતદાર હતા.

farrukhabad

તેમણે 3 દિવસની અંદર તપાસનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં જિલ્લા મુખ્ય ચિકિત્સા અધિકારી(સીએમઓ), લોહિયા જિલ્લા હોસ્પિટલના સીએમએસ અને તબીબ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલાના તપાસ અધિકારી જૈનેન્દ્ર જૈન દ્વારા કોતવાલીમાં કલમ 176, 188 અને 304 હેઠળ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. આ અંગે ફર્રુખાબાદના એસપી દયાનંદ મિશ્રાએ કહ્યું કે, સીએમઓ, સીએમએસ અને કેટલાક તબીબો વિરુદ્ધ કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

30 ઓગસ્ટના રોજ જિલ્લા અધિકારી રવીન્દ્ર કુમારે એસએનસીયુ વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં દાખલ બાળકો અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમને જાણકારી આપવામાં આવી હતી કે, 20 જુલાઇથી 20 ઓગસ્ટ દરમિયાન બીમારીને કારણે 49 બાળકોનું મૃત્યુ થયું છે. જ્યારે, બાળકોના પરિવારજનોનું કહેવું હતું કે, બાળકોનું મૃત્યુ ઑક્સિજનની અછતને કારણે થયું છે. આ કારણે તપાસ હાથ ધરવામાં આવી હતી.

English summary
Farrukhabad, Uttar Pradesh: 49 children died in Government hospital.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.