For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલાનની બીકે પિતાએ નાબાલિક છોકરાને પેટીમાં બંધ કર્યો

મોટર વાહન અધિનિયમની સુધારણા હેઠળ દંડની રકમ અનેકગણા વધી છે. નિયમ તોડનારાઓમાં ભય પેદા થયો છે.

|
Google Oneindia Gujarati News

મોટર વાહન અધિનિયમની સુધારણા હેઠળ દંડની રકમ અનેકગણા વધી છે. નિયમ તોડનારાઓમાં ભય પેદા થયો છે. આગ્રામાં એક વ્યક્તિએ દંડના ડરથી તેના નાબાલિક પુત્રને ઓરડામાં બંધ કરી દીધો. પોલીસે જયારે આ બાળકને મુક્ત કરાવ્યો પછી આ મામલો બહાર આવ્યો હતો.

16 વર્ષના પુત્રને બાઇક અપાવી

16 વર્ષના પુત્રને બાઇક અપાવી

એતમાદ્દૌલા વિસ્તારમાં શાહદરામાં રહેતા ધરમસિંઘ મજૂરી કામ કરીને પોતાનો પરિવાર સંભાળે છે. ધરમસિંહનો મોટો દીકરો 16 વર્ષનો છે. તે લાંબા સમયથી બાઇક મેળવવા માટે જીદ કરતો હતો. ધરમસિંહે તેમના પુત્રની વાત માની અને તેને 12 ઓગસ્ટના રોજ ફાઇનાન્સ કરાવી અને મોટરસાયકલ અપાવી. પુત્ર પણ ખુશ થઈ ગયો અને ઘરનાં ઘણાં કામકાજ પણ સરળ થવા લાગ્યા.

દંડના ડરથી બાઇકની ચાવી લઇ લીધી

દંડના ડરથી બાઇકની ચાવી લઇ લીધી

પરંતુ, ખુશી થોડા દિવસોની જ હતી, મોટર વ્હીકલ્સ એક્ટમાં સુધારા હેઠળ દંડની રકમ અનેકગણી વધી ગઈ. જ્યારે ધરમસિંહને દંડની જાણ થતાં તેણે પુત્રને બોલાવી બાઇકની ચાવી છીનવી લીધી, કારણ કે પુત્ર પાસે હેલ્મેટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતો અને ઉપરથી નાબાલિક હતો.

દીકરાને ઓરડામાં એક બોક્સમાં બંધ કર્યો

દીકરાને ઓરડામાં એક બોક્સમાં બંધ કર્યો

જ્યારે બે દિવસ સુધી બાઇકની ચાવી મળી ન હતી, ત્યારે દીકરાએ ફરીથી જીદ કરી હતી. ધરમસિંહે શુક્રવારે રાત્રે ઘર નજીક ગણોશ પંડાલ પાસેથી પુત્રને પકડ્યો હતો અને પહેલા તેના પગ બાંધી રૂમમાં લાવ્યા હતા અને તેને એક બોક્સમાં બંધ કરી દીધો હતો. મજૂરના દીકરાએ કહ્યું, મેં રૂમ બંધ હોવા અંગે મારા મિત્રોને માહિતી આપી. આ પછી આ મામલો પોલીસને જાણ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકને બચાવ્યો હતો. એસપી સિટી પ્રશાંત વર્મા સમક્ષ પિતા અને પુત્રને રજૂ કરાયા હતા. તેમણે નાબાલિકને બાઇક ન ચલાવવાની સૂચના આપી અને ટ્રાફિકના નિયમોનું મહત્વ સમજાવ્યું.

આ પણ વાંચો: ટ્રાફિકના નિયમોનો ભંગ, ઇન્સ્પેક્ટર સહિત 52 પોલીસકર્મીઓના ચાલાન કાપ્યા

English summary
father locked his minor son due to new motor vehicle act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X