For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાફિકના નિયમોનો ભંગ, ઇન્સ્પેક્ટર સહિત 52 પોલીસકર્મીઓના ચાલાન કાપ્યા

નવા મોટર વાહન અધિનિયમના અમલ બાદ, જ્યારે સામાન્ય લોકોના મોટા ચાલાન કાપવામાં આવી રહ્યા છે, તો પોલીસકર્મીઓ હવે સાથી પોલીસકર્મીઓને પણ બચાવી રહ્યા નથી

|
Google Oneindia Gujarati News

નવા મોટર વાહન અધિનિયમના અમલ બાદ, જ્યારે સામાન્ય લોકોના મોટા ચાલાન કાપવામાં આવી રહ્યા છે, તો પોલીસકર્મીઓ હવે સાથી પોલીસકર્મીઓને પણ બચાવી રહ્યા નથી. ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં ટ્રાફિકના નિયમોને ભંગ કરવા બદલ 52 પોલીસકર્મીના ચલણ કાપવામાં આવ્યા છે. તે જ સમયે, એસએસપી અજય સાહનીએ જણાવ્યું હતું કે ચેકિંગ માટે પોલીસની 32 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો શહેરના 78 પોઇન્ટ પર ચેકીંગ કરશે.

પોલીસ કર્મીઓને ભણાવ્યો શિસ્તનો પાઠ

પોલીસ કર્મીઓને ભણાવ્યો શિસ્તનો પાઠ

ખરેખર, નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી યુપીમાં પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. શુક્રવારે મેરઠ પોલીસે એસએસપી કચેરીથી આ કામગીરી શરૂ કરી હતી. ટ્રાફિકના ટીઆઈ અને સિવિલ પોલીસએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. કમિશ્નરીમાં પણ હેલ્મેટ વિના ફરતા પોલીસ જવાનોને પણ શિસ્ત શિખવવામાં આવી હતી. એસએસપી અજય સાહનીએ કહ્યું કે સામાન્ય લોકો પર શું અસર થશે જ્યારે નિયમોનું પાલન કરનારાઓ જ નિયમોનો ભંગ કરશે. આને કારણે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા પહેલા પોલીસકર્મીઓને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.

ચાલાન કાપવા પર પોલીસકર્મીની સામે થઇ ઇન્સ્પેક્ટરની પત્ની

ચાલાન કાપવા પર પોલીસકર્મીની સામે થઇ ઇન્સ્પેક્ટરની પત્ની

ટીઆઈ સુનિલ કુમારે હેલ્મેટ ન પહેરવા બદલ એક ઈન્સ્પેક્ટરની બાઇકનું ચાલન કાપી નાખ્યું હતું. ઇન્સ્પેક્ટર ગુસ્સે થઇ ગયો અને બાઇક ત્યાં જ મૂકી જતો રહ્યો. પોલીસે બાઇકને ટ્રાફિક ઓફિસ મોકલી આપી. તે જ સમયે, એક ઇન્સ્પેક્ટરની પત્ની સ્કૂટીનું ચાલાન કાપવા પર તેની સામે થઇ.

ડીજીપીએ પરિપત્ર બહાર પાડ્યો

ડીજીપીએ પરિપત્ર બહાર પાડ્યો

જણાવી દઈએ કે ડીજીપી ઓપી સિંહે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસકર્મીઓના ચલણ કાપવાની સલાહ કેપ્ટનને આપવામાં આવી હતી. આ પોલીસકર્મીઓને ચાલાન કાપવા ઉપરાંત ભવિષ્યમાં ટ્રાફિકના નિયમો ન તોડવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમજ વિભાગમાં તૈનાત તમામ વરિષ્ઠ અને જુનિયર પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃત કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો: Video: ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમોના કારણે લોકો ભડક્યા, હેલ્મેટ તોડ્યા

English summary
motor vehicles act: 52 policemen fined for traffic rule violation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X