For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હલ્દીરામ ખાવામાં મરેલી ગરોળી નીકળી, આઉટલેટ બંધ થયું

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના નાગપુરમાં ખાદ્ય વસ્તુઓ બનાવતી ફેમસ કંપની હલ્દીરામ આઉટલેટમાં એક મોટી ખબર સામે આવી છે, જેને જાણીને બહાર ખાનાર લોકો 10 વાર વિચાર કરશે. ખરેખર અહીં પહોંચેલા એક વ્યક્તિના ખાવામાં મારેલી ગરોળી મળી આવવાથી હડકંપ મચી ગયો. ત્યારપછી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને તાળું મારી દીધું. આ ઘટના મંગળવારે સવારે થઇ હતી, જયારે અજાની સ્ક્વાયર પાસે બનેલા આ આઉટલેટમાં ખાવામાં ગરોળી મળી આવી.

ગરોળી વાળો સંભાર વાયરલ

ગરોળી વાળો સંભાર વાયરલ

વર્ધાનો રહેવાસી એક મહિલા સાથે હલ્દીરામ આઉટલેટ પહોંચ્યો. અહીં તેમને વડા સંભારનો ઓર્ડર આપ્યો હતો. તેને ખાતા સમયે તેમને જોયું કે સંભારમાં મરેલી ગરોળી છે. ત્યારે ગ્રાહકનો ગુસ્સો ખુબ જ વધી ગયો. તેને આઉટલેટના સુપરવાઈઝરને તે બતાવ્યું. એફડીએ આસિસ્ટન્ટ કમિશ્નર મિલિંદ દેશપાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ તેઓ ઇન્સ્પેક્શન માટે પહોંચી ગયા. ગરોળી વાળા સંભારની એક ફોટો પણ ઘણી વાયરલ થઇ છે.

આઉટલેટના રસોડામાં ઘણી ગરબડ જોવા મળી

આઉટલેટના રસોડામાં ઘણી ગરબડ જોવા મળી

આઉટલેટના રસોડામાં ઘણી ગરબડ જોવા મળી, ત્યારપછી તેને તાળું મારી દેવામાં આવ્યું. દેશપાંડે ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ આઉટલેટ ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યું છે, જ્યાં સુધી તેઓ ખાદ્ય સુરક્ષા માનક નિયમ 2011 નું પાલનન નહીં કરે. આઉટલેટ ઘ્વારા અનુપાલનની કોઈ રિપોર્ટ હજુ સુધી નથી આપવામાં આવી. તેમને કહ્યું કે જો તેમને આઉટલેટમાં સંતોષજનક સુધારા કર્યા તો તેને ફરી ખોલવા દઇશુ.

હલ્દીરામને ગ્રાહકના દાવા પર શંકા

હલ્દીરામને ગ્રાહકના દાવા પર શંકા

ખાવામાં ગરોળી મળનાર ગ્રાહકને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને બુધવારે તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો. હલ્દીરામના એક વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ગ્રાહકના દાવા પર શંકા છે. તેમને કહ્યું કે અમે તેને નજીકના હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. તેમને 24 કલાક નિગરાનીમાં રાખવામાં આવ્યો અને રિપોર્ટ સામાન્ય રહી. આજે તેને રજા પણ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે બંને ગ્રાહકોએ મીડિયા સાથે વાત નથી કરી અને તેની ફરિયાદ પણ નથી કરી.

English summary
FDA shuts haldiram outlet in nagpur after customer found dead lizard in food
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X