ઓડિસ્સાના દરિયા કિનારે વધુ એક મૃત વ્હેલ તરીને આવી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઓડિસ્સાના દરિયા કિનારે વધુ એક મૃત વ્હેલ તરીને આવી

ઓડિસ્સાના દરિયા કિનારે વધુ એક મૃત વ્હેલ તરીને આવી

ઓડિસ્સાના દરિયા તટે એક વધુ મૃત વ્હેલ તણાઇને આવતા મોટી સંખ્યામાં લોકો આ વ્હેલને જોવા માટે ઊમટી પડ્યા. જાણકારોએ જણાવ્યું કે આ વ્હેલનું મૃત્યુ વધુ ઉંમર અને કોઇ વસ્તુથી ટકરાવાના કારણે થઇ છે.

સુરતમાં ચેન સેન્ચરોએ મૂકી માઝા, વધુ એક બનાવ બન્યો

સુરતમાં ચેન સેન્ચરોએ મૂકી માઝા, વધુ એક બનાવ બન્યો

સુરતમાં જોગર્સ પાર્ક પાસે શશીદેવી નામની મહિલાની સોનાની ચેન બે બાઇક ચાલકો આંચકી લેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. નોંધનીય છે કે સીસીટીવી ફૂટેજમાં કાળા કલરની પલ્સર પર બેઠેલા બે અજાણ્યા શખ્શોનું આ કારનામું સ્પષ્ટ પણે દેખાય છે. ત્યારે હાલ તો ઉમરા પોલિસ સ્ટેશનમાં આ મામલો નોંધવામાં આવ્યો છે

અમદાવાદમાં દેશના પ્રથમ અંડર વોટર રેસ્ટોરન્ટને કરાયું સીલ

અમદાવાદમાં દેશના પ્રથમ અંડર વોટર રેસ્ટોરન્ટને કરાયું સીલ

બોપલમાં આવેલ દેશના પહેલા અંડર વોટર રેસ્ટોરન્ટ "રિયલ પોસાયડન"ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કરી દીધું છે. કોર્પોરેશનનું કહેવું છે કે આ હોટલની કાયદેસર મંજૂરી નહતી લેવામાં આવી અને તેની સિંલિંગમાં પણ લીકેજ હોવાથી કોર્પોરેશને આ હોટેલને સીલ કરી છે.

બેંગ્લુરમાં તંજાનિયન છોકરીના રસ્તા પર કપડા ઉતારી કરી પિટાઇ

બેંગ્લુરમાં તંજાનિયન છોકરીના રસ્તા પર કપડા ઉતારી કરી પિટાઇ

બેંગ્લોરમાં એક તંજાનિયન છોકરીને ટોળા દ્વારા મારપીટ કરાવાના મુદ્દે પોલિસે પાંચ લોકોની ધરપકડ કરી છે. વધુમાં કર્ણાટકા સરકારે આ તપાસની માંગ વિદેશ મંત્રાલયને પણ કરી છે. વધુમાં કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી આ પર રિપોર્ટ પણ માંગી છે. તો સુષ્માસ્વરાજે તેને શર્મનાક ધટના કહ્યું છે.

વિશાખાપટ્ટનમમાં ભારતીય સેનાએ બતાવી પોતાની તાકાત

વિશાખાપટ્ટનમમાં ભારતીય સેનાએ બતાવી પોતાની તાકાત

વિશાખાપટ્ટનમમાં ગુરુવારથી ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ શરૂ થઇ ગયો છે. આ ચાર દિવસ ચાલનારા ફ્લીટ રિવ્યૂમાં લગભગ 50 દેશોઓ ભાગ લીધો છે. અને તેમના યુદ્ધ જહાજો અને નેવલ એરક્રાફ્ટ મોકલ્યા છે. બીજી વાર ભારત આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ચાર દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત અનેક લોકો હાજર રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X