6 દિવસે જીવતા બચેલા હનુમન થપ્પાને લવાયો દિલ્હી
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હિમ સ્ખલનમાંથી 6 દિવસે જીવતા બચેલા હનુમન થપ્પાને લવાયો દિલ્હી
સિયાચીનમાં હિમ સ્ખલનમાં દટાઇ ગયેલા 10 જવાનો માટે ચાલુ બચાવ અભિયાન ટીમે સોમવારે 6 દિવસ બાદ 25 ફૂટ નીચે બર્ફમાં દટાયેલા લાંસ નાયક હનુમનથપ્પા કોપ્પડને જીવતો બહાર નીકાળ્યો. કર્ણાટકના રહેવાસી તેવા આ સૈનિકની હાલત હજી પણ ગંભીર છે. અને તેને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લઇ જવામાં આવ્યો છે. ત્યારે 6 દિવસ સુધી મોતને ટક્કર આપનાર આ સૌનિકના પ્રાણ બચી જાય તેવી જ પ્રભુને પ્રાર્થના.

જ્યારે હેડલી કહ્યું અમારો ટાર્ગેટ હતું મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર
આતંકી ડેવિડ હેટલીએ બીજી દિવસે પણ અનેક ચોંકવનારા ખુલાસા કર્યા. તેણે કહ્યું કે 2007માં મુંબઇમાં આતંકી હુમલાનું કાવતરું કરવામાં આવ્યું હતું ત્યારે તાજ પેલેસના કોન્ફર્ન્સ હોલમાં ભારતીય રક્ષા વૈજ્ઞાનિકો આતંકીઓના નિશાના પર હતા. વળી તાજ સિવાય સિદ્ધી વિનાયક મંદિરની પણ રેકી કરી હતી. નેશનલ સ્ટેશન, એરસ્ટેશન અને મહારાષ્ટ્ર પોલિસ હેડક્વાટરની પણ રેકી કરાઇ હતી. હેડલી જે જે માહિતી આપી છે તેનાથી પાકિસ્તાનનું નાપાક કનેક્શન પણ સાફ થયું છે.

શાહે કહ્યું મોદીનું પીએમ બનવું સનાતન ધર્મ માટે ગર્વની વાત છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના દાવ પેચ રમવાની શરૂઆત કરી દીધી છે. અને ફરી તેમણે હિંદુત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે પીએમના સૂચના પર દેશ આગળ વધી રહ્યો છે અને આથી જ દેશનો આધ્યાત્મિક વિકાસ પણ થશે. તેણે કહ્યું કે મોદી દેશની પરંપરા અને સંસ્કૃતિ બચાવવા માટે કામ કરે છે. અને સનાતન ધર્મ માટે મોદીનું વડાપ્રધાન હોવું ગર્વની વાત છે.

કોંગ્રેસની સ્પષ્ટતા આ બજેટ સત્રમાં પણ થશે “ખાલી હંગામો”
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારને તે સ્પષ્ટ પણે સંકેત આપી દીધો છે કે આ બજેટ સત્રમાં વિપક્ષ દ્વારા હંગામો થઇને રહેશે. તેમણે કહ્યું કે તે વિદ્યાર્થીઓની અનામતથી લઇને ગુજરાત જમીન કૌભાંડમાં આનંદીબેનના નામ ઉછળવાના મુદ્દાને વિપક્ષ દ્વારા સંસદમાં ચર્ચાશે અને તેનો વિરોધ કરવામાં આવશે.

હાર્દિકની જામીન અરજીનો રાજ્ય સરકારે કર્યો વિરોધ
નોંધનીય છે કે હાર્દિકની જામીન અરજીનો સરકારી વકીલ દ્વારા કોર્ટમાંવિરોધ કરવામાં આવ્યો છે. આ કેસમાં હવે 12મી ફેબ્રુઆરીએ વધુ સુનવણી થશે. સોમવારે હાર્દિક કેસની સુનવણી વખતે સરકારી વકીલે જજ સામે તે ચિંતા વ્યક્ત કરી હતી કે હાર્દિકને અરજી મળવાથી ગુજરાતની શાંતિ જરૂરથી ડાહળાશે.

કોમામાં ગયા લાંસનાયક હનુમંથપ્પા, મોદી મળ્યા આ બહાદુર સૌનિકને
સિયાચીનમાંથી 6 દિવસ બાદ જીવતા બહાર આવેલા લાંસનાયક હનુમંથપ્પાને હાલ દિલ્હી લાવવામાં આવ્યા છે. પણ તે હજી પણ જીવન અને મૃત્યુની લડાઇ લડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે તેમને મળી તેમના હાલચાલ જાણ્યા હતા. જો કે ચિંતાની વાતએ છે કે હનુમંથપ્પા હજી પણ કોમામાં છે. ડોક્ટરોની આખી ટીમ તેમની સારવારમાં લગાવવામાં આવી છે. અને હનુમંથપ્પાનો પરિવાર પણ કર્ણાટકથી દિલ્હીં પહોંચ્યો છે. ત્યારે મોદી જણાવ્યું છે કે તેમને બચાવવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવશે.

સુશીલ કોઇરાલાને શ્રદ્ધાજંલિ આપવા સર્વદલીય નેતાઓનું જૂથ રવાના થયું નેપાળ
નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન સુશીલ કોઇરાલાના નિધન બાદ આજે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સમેત સર્વદલીય નેતાઓનું સમૂહ કાઠમાંઠુ જવા રવાના થયું છે. સુષ્મા સ્વરાજની સાથે શરદ યાદવ, કોંગ્રેસ નેતા આનંદ શર્મા મળીને કોઇરાલાને શ્રદ્ઘાજંલિ આપશે.












Click it and Unblock the Notifications
