For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં થઈ મારપીટ, ભાજપ અને ટીએમસીના ધારાસભ્યો ભીડાયા

પશ્ચિમ બંગાળમાં જ્યારથી વિધાનસભા સત્ર ચાલુ થયુ છે ત્યારથી ત્યાં હોબાળાના સમાચાર સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં જ્યારથી વિધાનસભા સત્ર ચાલુ થયુ છે ત્યારથી ત્યાં હોબાળાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે વાત સદનની અંદર મારપીટ સુધી પહોંચી ગઈ છે. વિધાનસભામાં ભાજપ અને ટીએમસીના ધારાસભ્યો પરસ્પર ભિડાઈ ગયા અને સ્થિતિ મારપીટ સુધી પહોંચી ગઈ. માહિતી મુજબ વિધાનસભામાં ભાજપ ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજમૂદાર વચ્ચે મારપીટ થઈ છે. આ ઝઘડામાં ટીએમસીના ધારાસભ્યના ઘાયલ થયાના સમાચાર આવી રહ્યા છે.

west bengal

વિધાનસભાના છેલ્લા દિવસે મારપીટ

વિપક્ષી દળ વિધાનસભાની અંદર ઘણા મુદ્દાઓને લઈને વિરોધ વ્યક્ત કરતો આવ્યો છે. એવામાં સોમવારે સત્રના છેલ્લા દિવસે બીરભૂમ નરસંહારનો કેસ ગરમાયો. ભાજપ ધારાસભ્યએ ટીએમસી અને મમતા બેનર્જીની સરકાર સામે વિધાનસભાની અંદર જોરદાર હોબાળો કર્યો. વળી, બેલમાં ઉતરીને નારેબાજી કરવા લાગ્યા. ભાજપ ધારાસભ્યોને જોઈને ટીએમસીના ધારાસભ્યોમાં બેલમાં આવી ગયા. ત્યારબાદ બંને પાર્ટીના ધારાસભ્યો પરસ્પર ભિડાઈ ગયા.

બીરભૂમ હિંસા મામલે હોબાળો

વળી, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યુ કે વિપક્ષે કમસે કમ અંતિમ દિવસે કાયદો અને વ્યવસ્થા પર ચર્ચાની માંગ કરી, સરકારે ના પાડી દીધી. તેમણે આરોપ લગાવીને કહ્યુ કે તે અમારા 8-10 ધારાસભ્યો સાથે ઝઘડો કરવા માટે કોલકત્તા પોલિસકર્મીઓને સિવિલ ડ્રેસમાં લાવ્યા. તેમણે આગળ કહ્યુ કે અનારુલ હુસેન દ્વારા રામપુરહાટની ઘટનાની એ જ સ્થિતિ ટીએમસી ધારાસભ્યો અને તેમની પોલિસે અંદર જોઈ. અમે આજે આની સામે માર્ચ કરીશુ. નિયમાનુસાર કાર્યવાહીની માંગ કરીને હું મારી ફરિયાદ અધ્યક્ષને લખીશ. અમને કેન્દ્રના હસ્તક્ષેપની જરુર છે.

ટીએમસીના ધારાસભ્યો પર ધક્કામુક્કીનો આરોપ

આ પહેલા કથિત મારપીટ બાદ ભાજપ ધારાસભ્ય વિધાનસભાની બહાર આવી ગયા અને મમતા સરકાર પર આરોપ લગાવીને નારેબાજી કરવા લાગ્યા. ભાજપે કહ્યુ કે તે બીરભૂમ મામલે ચર્ચા કરવા માંગતા હતા જેના પર હોબાળા બાદ ટીએમસીના ધારાસભ્યોએ ધક્કામુક્કી કરીને મારપીટ કરી. ભાજપ ધારાસભ્ય મનોજ તિગ્ગાએ આરોપ લગાવીને કહ્યુ કે ટીએમસીના ધારાસભ્યોએ તેમની સાથે મારપીટ કરી અને શર્ટ પણ ફાડી નાખ્યો. વળી, બીરભૂમ હિંસાને લઈને સદનમાં ટીએમસી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઝડપ બાદ સુવેન્દુ અધિકારી સહિત 5 ભાજપ ધારાસભ્યોને આગલી સૂચના સુધી વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

English summary
Fight between BJP and TMC MLA in West Bengal Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X