For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Final Year Exams: દેશની 755 યુનિવર્સિટીઓએ મોકલ્યો જવાબ, UGCએ પરીક્ષાને ગણાવી જરૂરી

યુજીસીએ પોતાના લેટેસ્ટ નિવેદનમાં કહ્યુ છે કે પરીક્ષા શિક્ષણ વ્યવસ્થાનુ અભિન્ન અંગ હોય છે

|
Google Oneindia Gujarati News

વિશ્વ વિદ્યાલય અનુદાન પંચ(યુજીસી)એ હાલમાં જ ફાઈનલ યરની પરીક્ષાઓ વિશે ગાઈડલાઈન જારી કરી હતી જેેના કારણે વિશ્વવિદ્યાલયોમાં અસમંજસની સ્થિતિ હતી કે પરીક્ષા કરાવવાની છે કે પછી નહિ. હવે યુજીસીએ પોતાના લેટેસ્ટ નિવેદનમાં કહ્યુ છે કે પરીક્ષા શિક્ષણ વ્યવસ્થાનુ અભિન્ન અંગ હોય છે જેનાથી એ માલુમ પડે છે કે છાત્રએ કેટલુ શીખ્યુ છે. માટે તેનુ આયોજન જરૂરી છે. પોતાની ગાઈડલાઈન જારી કર્યા બાદ યુજીસીએ આ બાબતે વિશ્વવિદ્યાલયોનું મંતવ્ય માંગ્યુ હતુ જેમાં મોટાભાગના વિશ્વવિદ્યાલયો 30 સપ્ટેમ્બરની ડેડલાઈન પહેલા પરીક્ષા કરાવવાના પક્ષમાં દેખાઈ રહ્યા છે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પરીક્ષા કરાવવાની યોજના

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પરીક્ષા કરાવવાની યોજના

યુજીસી સચિવે એક નિવેદનમાં કહ્યુ કે 945 વિશ્વવિદ્યાલયોમાંથી 755 (120 ડિમ્ડ વિશ્વ વિદ્યાલય, 274 ખાનગી વિશ્વવિદ્યાલય,40 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયઅને 321 રાજ્ય વિશ્વવિદ્યાલય)નો જવાબ મળ્યો છે. જેમાંથી 560 વિશ્વવિદ્યાલય પરીક્ષા કરાવી ચૂક્યા છે અથવા તેની યોજના બનાવી રહ્યાછે. 560માંથી 194 વિશ્વવિદ્યાલય પરીક્ષા કરાવી ચૂક્યા છે અને બાકીના 366 ઑફલાઈન/ઑનલાઈન મોડથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પરીક્ષા કરાવવાની યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત 27 વિશ્વવિદ્યાલય જે 2019-20માં સ્થાપિત થયા છે, તેમની પહેલી બેચ પરીક્ષા આપવા માટે યોગ્ય નથી.

બધી ગાઈડલાઈન્સનુ પાલન કરવુ જરૂરી

બધી ગાઈડલાઈન્સનુ પાલન કરવુ જરૂરી

જો કે વિશ્વવિદ્યાલયોએ પરીક્ષાનુ આયોજન કરતી વખતે કોવિડ-19થી બચાવ માટે જારી બધી ગાઈડલાઈન્સનુ પાલન કરવાનુ રહેશે. યુજીસીએ 8 જુલાઈએ વિશ્વવિદ્યાલયોને એચઆરડી મંત્રાલયના સૂચન પર પરીક્ષા માટે એસઓપી પર વાત કરી હતી. ત્યારબાદ હવે વિશ્વવિદ્યાલયોએ જવાબ આપવાનુ શરૂ કરી દીધુ છે.

પરીક્ષામાં છાત્રોનુ પ્રદર્શન મહત્વ

પરીક્ષામાં છાત્રોનુ પ્રદર્શન મહત્વ

યુજીસી સચિવે એ પણ કહ્યુ છે કે પરીક્ષામાં છાત્રોનુ પ્રદર્શન તેમના જીવનભર માટે વિશ્વસનીયતા આપે છે. તેને દુનિયાભરમાં એડમિશન લેવા માટે મહત્વનુ માનવામાં આવે છે. આ ઉપરાંત સ્કૉલરશિપ, અવૉર્ડ, પ્લેસમેન્ટ માટે પણ પરીક્ષામાં છાત્રોનુ પ્રદર્શન મહત્વ ધરાવે છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, હૉંગકૉંગ અને અન્ય દેશોમાં સ્થિત પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલય પરીક્ષાઓનુ આયોજન કરી રહ્યા છે. જેમાં છાત્રોને પરીક્ષા આપવા માટે કોઈ વિકલ્પ પણ આપવામાં આવી રહ્યા છે.

ક્વૉરંટાઈન નિયમ તોડવાનો આરોપ લગાવનારાને સોનમ કપૂરે આપ્યો જડબાતોડ જવાબક્વૉરંટાઈન નિયમ તોડવાનો આરોપ લગાવનારાને સોનમ કપૂરે આપ્યો જડબાતોડ જવાબ

English summary
Final Year Exams 2020: Exams are very important 755 universities respond on this matter, UGC said in statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X