For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવા ક્રાઇમ બ્રાંચે તેજપાલની કરી ધરપકડ, આજે રજૂ કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પણજી, 1 ડિસેમ્બર: 'તહેલકા'ના પૂર્વ મુખ્ય એડિટર તરૂણ તેજપાલને ગોવા સેશન કોર્ટે રાહત ન આપતાં તેમની આગોતરા જામીન અરજીને નકારી કાઢી છે તેના એક કલાક બાઅ જ ઔપચારિક રીતે ગોવા ક્રાઇમ બ્રાંચે તેજપાલને બળાત્કારના આરોપોમાં ધરપકડ કરી લીધી.

ધરપકડ બાદ તેજપાલને ગોવા મેડિકલ કોલેજ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી. હવે ક્રાઇમ બ્રાંચ રવિવારે તેજપાલને રિમાન્ડ માટે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરશે. કહેવામાં તો એમ પણ આવે છે આજે રાતે પોલીસ આખી રાત તેમની સાથે પૂછપરછ કરશે.

tarun-tejpal-601

જ્યારે તેજપાલની આગોતરા જામીન પર સુનાવણી ચાલી રહી હતી તે સમયથી જ તેજપાલ મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં બેઠ્યા હતા. તેજપાલને કેસની તપાસ અધિકારી પોલીસ કમિશ્નર સુનીતા સાવંતને ધરપકડ વોરન્ટ પકડાવી દિધું હતું. ઉત્તરી ગોવાની જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ અનુજા પ્રભુદેસાઇએ રાત્રે 8 વાગે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો.

જજે પોલીસ ધરપકડ દરમિયાન તેજપાલને ઘરનું જમવાનું, પથારી અને કપડાંનો ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી. તેજપાલને જે દવાઓ જોઇએ તે પણ તેમના ઘરવાળા પહોંચાડશે. તેમની પત્ની ગીતન, બહેન નીતા, પુત્રી તિયા અને કારા તથા મિત્ર ક્રાઇમ બ્રાંચ બહાર મોટી રાત સુધી રાહ જોતાં જોવા મળ્યા હતા.

પોલીસે તેજપાલ પર ગત થોડા દિવસોથી ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. પણજીથી 5 કિલોમીટરના અંતરે ક્રાઇમ બ્રાંચમાં તેજપાલને હાજર કરવા માટે કોર્ટમાંથી કસ્ટડી જતી વખતે લોકોની નજરથી બચવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા.

English summary
Tehelka editor-in-chief Tarun Tejpal, accused of sexually assaulting a junior colleague, was arrested by Goa Police Saturday after a court here rejected his anticipatory bail application.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X