For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાણા મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર રોક લાગી, એડિટર્સ ગિલ્ડ બોલ્યા- પ્રેસની આઝાદી પર ખતરો

નાણા મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર રોક લાગી, એડિટર્સ ગિલ્ડ બોલ્યા- પ્રેસની આઝાદી પર ખતરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ કેન્દ્રીય નાણા મંત્રાલયના એ ફેસલાનો વિરોધ ક્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પત્રકાર પૂર્વ અનુમતિ વિના નોર્થ બ્લૉકમાં પ્રવેશ ન કરી શકે. ગિલ્ડ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય નાણા મંત્રાલયના આ ફેસલાનો તેઓ વિરોધ કરે છે. ગિલ્ડે મંત્રાલયના આ આદેશને પ્રેસની આઝાદી માટે ખતરો ગણાવ્યો છે. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રેસની આઝાદીને લઈ ભારતની છબી વધુ ખરાબ થશે.

finance ministry

ગિલ્ડનું કહેવું છે કે આ મામલે ગિલ્ડનો મંત્રાલય સાથે કોઈ વિવાદ નથી કે પત્રકારને સંયમ અને જવાબદારી સાથે વ્યવહાર કરવો જોઈએ પરંતુ આવા પ્રકારના આદેશ તેનો જવાબ નથી. ગિલ્ડે પોતાના પત્રમાં કહ્યું કે પત્રકાર સરકારી ઑફિસમાં સુવિધા અને વિજિટર્સના રૂમના અવ-ભગત માટે નથી જાતા. તેઓ તયાં સમાચાર એકઠા કરવા અને પોતાના પડકારજનક કામ માટે જાય છે. આ આદેશ મીડિયાની સ્વતંત્રતા પર એક આઘાત છે અને આનાથી ભારતની વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા રેંકિંગમાં વધુ ઘટાડો આવી શકે છે અને બીજા મંત્રાલયો પણ આવું કરી શકે છે.

ગિલ્ડે પત્રમાં કહ્યું કે જો નાણા મંત્રીનું માનવું છે કે સરકારી કા્યાલયોમાં પત્રકારની પહોંચને કારણે કોઈ અસુવિધા થઈ રહી છે તો પત્રકારો સાથે વાતચીત કરી આમાં સુધાર કરી શકાય છે. ગિલ્ડે નામા મંત્રી નિર્મલા સીતારમણને પોતાના ફેસલા પર પુનર્વિચાર કરવા અને આને પરત લેવા નિવેદન કર્યું છે. જ્યારે બીજી બાજુ નાણા મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે આવો કોઈ ઔપચારિક આદેશ આપવામાં આવ્યો નથી.

જણાવી દઈએ કે જનરલ બજેટ રજૂ થયાના 60 દિવસ પહેલા નાણા મંત્રાલયમાં પત્રકારોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે. આ પાબંદી બજેટ રજૂ થતાની સાથે જ ખતમ થઈ જાય છે, પરંતુ આ વખતે નાણા મંત્રાલયે આને ખતમ કરવાને બદલે ચાલુ રાખવાનો ફેસલો કર્યો છે. એટલું જ નહિ નાણા મંત્રાલયમાં પીઆઈબી કાર્ડ રાખતા પત્રકારોને પણ કોઈ અધિકારી પાસેથી સમય લીધા વિના પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

કર્ણાટક બાદ ગોવામાં પણ કોંગ્રેસ પર સંકટ, 15માંથી 10 ધારાસભ્યોનો ભાજપમાં વિલય કર્ણાટક બાદ ગોવામાં પણ કોંગ્રેસ પર સંકટ, 15માંથી 10 ધારાસભ્યોનો ભાજપમાં વિલય

English summary
finance minister ordered to block access for reporters to eneter in ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X