IBC 2018: રાષ્ટ્રીય સુરક્ષાની જેમ નાણાકીય સુરક્ષા પણ મહત્વપૂર્ણ
ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં થઈ રહેલા વિચાર-વિમર્શથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જો ભારતને વિકસિત દેશ બનાવવો હોય તો બેંકિંગની એક ગંભીર વ્યવસાય તરીકે લેવું જોઈએ.
નવી દિલ્હીઃ ઈન્ડિયા બેંકિંગ કૉન્ક્લેવમાં થઈ રહેલા વિચાર-વિમર્શથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જો ભારતને વિકસિત દેશ બનાવવો હોય તો બેંકિંગની એક ગંભીર વ્યવસાય તરીકે લેવું જોઈએ અને ગંભીરતાથી તેની સમસ્યાઓ નિવારવાનાં પગલાં વિશે વિચારવું જોઈએ. બેંકિંગ પર સામાજિક સમાવેશની જવાબદારીઓ પણ છે.

નાણાકીય સુરક્ષા મહત્વપૂર્ણ
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે નાણાકીય સુરક્ષા પણ રાષ્ટ્રીય સુરક્ષાની જેમ જ મહત્વપૂર્ણ છે, તમારી પાસે નાણાકીય સુરક્ષા ન હોય ત્યાં સુધી તમે એક નાગરિક તરીકે ગર્વ ન કરી શકો. રિજિજૂએ પોતાના બાળપણની વાતને યાદ કરતા કહ્યું કે જ્યારે હું 9મા ધોરણમાં ભણતો ત્યારે મેં બેંક અકાઉન્ટ ખોલાવ્યું, મારો નંબર 19 હતો એટલે કે એ સમયે બહુ ઓછા લોકોએ બેંક ખાતા ખોલાવ્યાં હતાં, મતલબ કે મોટી સંખ્યામાં લોકો બેંકિંગ ક્ષેત્રથી બહાર હતા.

બેંકિંગ ક્ષેત્રથી લોકો દૂર શા માટે?
રિજિજૂએ આગળ કહ્યું કે જો તમે વિશ્વના ફોર્ચ્યૂન 500 સંસ્થાનોને જુઓ તો તેમાં માત્ર એસબીઆઈ એકમાત્ર ભારતીય બેંક છે અને આ યાદીમાં આપણી માત્ર 7 કંપનીઓ જ છે. મુખ્ય 100 કંપનીઓમાં ભારતીય બેંકો કેમ નથી? ચીનની બે બેંકોએ વિશ્વ બેંકની સરખામણીએ વધુ વ્યાજ આપ્યું છે. રિજિજૂએ દેશમાં બેંક ખાતા પર કહ્યું કે હવે આપણે 32 કરોડ બેંક ખાતાની સંખ્યાને પાર કરી લીધી છે પરંતુ અત્યાર સુધી લોકો આ ક્ષેત્રની બહાર કેમ હતા.

સંકટ સમયે આકરાં પગલાં લેવાની જરૂરત
નોન પર્ફોર્મિંક એસેટ (એનપીએ) પર કિરણ રિજિજૂએ કહ્યું કે આ વિશે ઉઠાવેલાં કેટલાંક કઠોર પગલાંને પરિણામો હવે જોવા મળી રહ્યા છે. જો કે, આનાથી કેટલાક લોકોને સમસ્યા થઈ રહી છે પરંતુ આપણે એ સમજવું પડશે કે સંકટની સ્થિતિમાં કઠોર નિર્ણય લેવા પડે છે. દેશને બિમારીનો સામનો કરવો પડી રહ્યો હતો જેના માટે ઓપરેશનની જરૂરત હતી અને આનાથી આપણે સ્વસ્થ થઈને ઉભરી આવશું. આવી રીતે જીએસટી જરૂરી હતું, અમુક લોકો માટે દેશ ન અટકી શકે. આગળ રિજિજૂએ કહ્યું કે કલ્યાણકારી યોજનાઓ બેંકિંગની મદદ વિના નિષ્ફળ થઈ જશે, ત્યારે ભારત સરકારની આ યોજનાઓને સફળ બનાવવા માટે બેંકિંગ ક્ષેત્રએ વધારાનાં પગલાં ભરવાં પડશે.

લોકોની આકાંક્ષા વધી રહી છે
કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહાસચિવ સુનીલ અમ્બેકરે પણ પોતાની વાત રાખી અને કહ્યું કે લોકો દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આતુર છે અને આપણી અર્થવ્યવસ્થા લોકોની આકાંક્ષાઓની સાથે વધી રહી છે. સુનિલ અમ્બેકરે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાનોમાં બેંકિંગને યોગ્ય રીતે ભણાવવામાં નથી આવતું અને બેંકોએ મોટા પડકારોનો સામનો કરવો હોય તો વિશ્વવિદ્યાલયોમાં કોર્પોરેટ બેંકિંગ ઉપરાંત બેંકિંગના અન્ય પાસા પણ સિખવવા પડશે.












Click it and Unblock the Notifications
