For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિંગફિશર એરલાઇન્સના કર્મચારીની પત્નીએ કરી આત્મહત્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

kingfisher airlines
નવી દિલ્હી, 4 ઑક્ટોબર: ગુરૂવારે કિંગફિશર એરલાઇન્સના એક કર્મચારીની પત્નીએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે. કિંગફિશર એરલાઇન્સના આ કર્મચારીને છેલ્લાં પાંચ મહિનાથી પગાર મળ્યો ન હતો.

કિંગફિશર એરલાઇન્સમાં ગ્રાઉન્ડ સ્ટાફર માનસ ચક્રવતીની પત્ની સુષ્મિતા ચક્રવતીએ દિલ્હીમાં આત્મહત્યા કરી છે. કહેવામાં આવે છે કે સુષ્મિતા ચક્રવતીએ સુસાઇટ નોટમાં લખ્યું છે કે આર્થિક તંગીના કારણે તેને આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો છે. તેના પતિ માનસને છેલ્લાં પાંચ મહિનાથી પગાર મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે પગાર ન મળવાના કારણે કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓ અનિશ્નિત હડતાળ પર છે. આ મુદ્દે ડીજીસીની કડક વલણ બાદ કિંગફિશરના અધિકારીઓએ વાયદો કે કર્મચારીઓને તેમની છ મહિનાનો બાકી પગાર ચૂકવવામાં આવશે. મંગળવારે ડીજીસીએ ચીજ ઓફિસર અરૂણ મિશ્રા સાથેની મુલાકાત આ વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ બુધવારે આ મુદ્દે થયેલી બેઠકમાં કોઇ પરિણામ આવી શક્યું ન હતું અને હજુસુધી કર્મચારીઓના પગાર પર કોઇ ઠોસ નિર્ણય થઇ શક્યો નથી.

English summary
The wife of an employee of the Kingfisher Airlines (KFA), Sushmita Chakravarty, committed suicide here owing to intense financial crisis caused by non-payment of salaries for seven months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X