For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ વિરૂદ્ધ શિરડીમાં દાખલ થઇ FIR

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

swami-swaroopanand-saraswati
શિરડી, 24 જૂન: સાંઇબાબાને માંસાહરી અને ઢોંગી ગણાવનાર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ વિરૂદ્ધ શિરડીમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એક અજાણ્યા વ્યક્તિએ આ મુદ્દે શંકરાચાર્ય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

ગઇકાલે દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે શેરડીના સાંઇબાબા કોઇ ભગવાન નથી જે તેમને પૂજવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે સાંઇ બાબાને માનવા અને પૂજનાર લોકો હિન્દુ ધર્મનો ખોટી રીતે પ્રચાર-પ્રચાસ કરી રહ્યાં હતા. શંકરાચાર્યએ એમપણ જણાવ્યું કે સાંઇ સંપૂર્ણપણે માંસાહરી હતા.

શંકરાચાર્યએ સાંઇબાબાને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક માનવાની પણ મનાઇ કરી છે. તેમણે કહ્યું કે જો સાંઇબાબા મુસલમાન હોત તો તેમને મુસ્લિમ પણ પુજતા પરંતુ એવું નથી. સરસ્વતીએ કહ્યું કે સાંઇબાબા ના તો ભગવાન છે ના તો ગુરૂ. તેમણે તેમની પૂજાને ખોટી ગણાવી છે. તેમણે કહ્યું કે સાંઇબાબાની પૂજા ધર્મને વહેંચવાનું કાવતરું છે. તેમણે એમપણ કહ્યું કે સાંઇબાબાના નામ પર કમાણી કરવામાં આવી રહી છે.

શંકરાચાર્યએ સાંઇબાબાને ગુરૂ અથવા ભગવાન ન માનતા પોતાની તરફથી દલીલો પણ આપી. તેમણે કહ્યું કે પૂજા અવતાર કે ગુરૂની કરવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન વિષ્ણુના 24 અવતાર માનવામાં આવે છે. કળિયુગમાં બુદ્ધ અને કલ્કિ ઉપરાંત કોઇ અવતારની ચર્ચા નથી. એટલા માટે સાંઇ અવતાર હોઇ ના શકે. એવામાં વાત થઇ રહી છે ગુરૂ માનવાની. તો ગુરૂ તે હોય છે જે સદાચારથી ભરપૂર હોય, પરંતુ સાંઇ માંસાહરી હતા, લોકોની સુન્નત કરાવતા હતા, પંડારક સમાજનું સંતાન હત જે લુટેરા સમાજ છે. એવામાં તે આપણા આદર્શ હોઇ ના શકે.

શંકરાચાર્યને નરેન્દ્ર મોદીથી પણ સમસ્યા:
સ્વામી સ્વરૂપાનંદ તે જ છે, જેમણે લોકસભા ચૂંટણી દરમિયાન 'હર હર મોદી, ઘર ઘર મોદી'ના નારા પર વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આ અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે વાત કરી હતી. સ્વરૂપાનંદે ભાગવતને કહ્યું હતું, 'નારો તો 'હર હર મહાદેવ'નો હોય છે. શું હવે ભગવાન શિવની જગ્યાએ મોદીનો ફોટો લાગશે? ભગવાનની માફક મોદીને બેસાડવામાં આવશે?' પછી નરેન્દ્ર મોદીએ સમર્થકોને આ નારાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી.

English summary
FIR filed against Shankaracharya Swami Swaropanand in Shirdi. Yesterday Swami Swaropanand had given the controversial statement over Sai Baba.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X