For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેગાસસ મામલોઃ ગૃહમંત્રીના ઘરની બહાર પ્રદર્શન કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે FIR

હાલમાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર પ્રદર્શન કર્યુ હતુ. જેના પર હવે દિલ્લી પોલિસે મોટી કાર્યવાહી કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદના ચોમાસુ સત્ર વચ્ચે પેગાસસ જાસૂસી મામલો ગરમાયેલો છે. હાલમાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર પ્રદર્શન કર્યુ હતુ. જેના પર હવે દિલ્લી પોલિસે મોટી કાર્યવાહી કરી છે. જે હેઠળ ઘણા કાર્યકર્તાઓ સામે IPCની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્લી પોલિસના જણાવ્યા મુજબ રાજધાનીમાં કોરોના વાયરસને જોતા ઘણા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે પરંતુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ તમામ ચેતવણીઓ બાદ પણ ગૃહમંત્રી આવાસની બહાર પ્રદર્શન કર્યુ. જેના કારણે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

protest

વાસ્તવમાં પેગાસસ કેસને જોતા દિલ્લી પોલિસને શંકા હતી કે કોંગ્રેસ કાર્યકર્તા ગૃહમંત્રીના ઘરની સામે પ્રદર્શન કરી શકે છે. એવામાં સમગ્ર વિસ્તારમાં સુરક્ષાના કડક વ્યવસ્થા કરવામાં આવી. તેમછતાં બે બસોમાં બેસીને સેંકડો કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગૃહમંત્રી આવાસ તરફ કૂચ કરી દીધુ. જો કે મસ્જિદ પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓને બળપૂર્વક રોકી લેવામાં આવ્યા. આ ઉપરાંત કૃષ્ણ મેનન માર્ગ સાથે જોડાયેલ બધા રસ્તાઓને પણ બેરિકેડ લગાવીને બ્લૉક કરી દેવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન ઘણા કાર્યકર્તાઓને પોલિસે કસ્ટડીમાં લીધા. આ કેસમાં હવે એફઆઈઆર નોંધવામાં આવી છે.

રાહુલ ગાંધી પર પણ કેસ

વળી, બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ખેડૂતોનુ સમર્થન કરીને સંસદ પાસે ટ્રેક્ટર રેલી કાઢી હતી. જેના પર હવે દિલ્લી પોલિસે કડકાઈ બતાવી છે. સાથે જ તેમની સામે એમવી એક્ટ, આઈપીસી 188 અને મહામારી કાયદા હેઠલ કેસ નોંધવામાં આવ્યો. સૂત્રો મુજબ ચોમાસુ સત્રના કારણે સંસદ ભવન આસપાસ કલમ 144 લાગુ હતી. સાથે જ દિલ્લી પોલિસ ટ્રેક્ટર્સ પર પણ ખાસ નજર રાખી રહી હતી. જેના પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ કન્ટેનરમાં છૂપાઈને ટ્રેક્ટરને લુટિયન ઝોનમાં પહોંચાડ્યુ. ફરીથી એ ટ્રેક્ટર પર બેસીને રાહુલ ગાંધીએ પ્રદર્શન કર્યુ.

English summary
FIR registers against Congress workers stir outside home minister's home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X