For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે ફાયરિંગ

|
Google Oneindia Gujarati News

અનંતનાગઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ છે. મળેલી જાણકારી મુજબ ફાયરિંગને જોતા લોકોને ઘરેથી બહાર ન નિકળવાની અપીલ કરવામાં આવી રહી છે. કેટલા આતંકીઓ છૂપાયેલા છે એ વાતની હજુ સુધી કોઈ સૂચના નથી મળી. જાણકારી મુજબ સુરક્ષાબળોને સૂચના મળી હતી કે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં કેટલાક આતંકીઓ છૂપાયેલ છે.

અનંતનાગમાં ફાયરિંગ

અનંતનાગમાં ફાયરિંગ

જાણકારીના આધારે સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ખુદને ઘેરાતા જોઈ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. બંને તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

અનંતનાગમાં આતંકીઓ ઘેરાયા

અનંતનાગમાં આતંકીઓ ઘેરાયા

જણાવી દઈએ કે શુક્રવારે જ પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલ અથડામણમાં 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આતંકીઓ પાસેથી 2 એકે47, 1 એકેએમ અને એક એસએલઆર મળી આવી છે. મરનાર ચારેય આતંકીઓ જૈશ એ મોહમ્મદના છે. અગાઉ સેનાએ બુધવારે કાશ્મીરના એવા ટૉપ ટેન આતંકીઓની યાદી જાહેર કરી હતી, જે વિસ્તારમાં સૌથી વધુ આતંકી ઘટનામાં સામેલ રહ્યા હોય. આ લિસ્ટમાં હિઝબુલ મુઝાહિદ્દીનના સર્વોચ્ચ કમાન્ડર રિયાઝ અહમદ નાઈકૂનું નામ પણ સામેલ હતું.

આતંકીઓની યાદી જાહેર

આ લિસ્ટમાં લશ્કર-એ-તૈયબાના શોપિયાં જિલ્લા કમાંડર વસીમ અહમદ ઉર્ફ ઓસામા, એચએમનો અનંતનાગ જિલ્લા કમાંડર મોહમ્મદ અશરફ ખાન, એચએમનો બારામૂલા જિલ્લા કમાન્ડર મેહરાઝુદ્દીન, શ્રીનગરમાં એચએમનો આતંકી સૈફુલ્લાહ મીર ઉર્ફ ડૉક્ટર સૈફ, એચએમનો પુલવામા જિલ્લા કમાન્ડર અરશદ-ઉલ-હક સામેલ છે. ભારતીય સેના આ તમામ આતંકીઓના ખાત્મા માટે જલદી જ વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહી છે.

ફરી ગરમાયો રામ મંદિરનો મુદ્દો, હવે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશેફરી ગરમાયો રામ મંદિરનો મુદ્દો, હવે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા જશે

English summary
fire between security forces and terrorists in anantnag of jammu and kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X